ખુશ્બુદાર ફૂલની ખેતી કરતા ખેડૂત:સ્પાઈડર લીલીનું ઉત્પાદન કરી વર્ષે કરે છે લાખોની કમાણી, એકવાર વાવેતર કર્યા બાદ 10થી 15 વર્ષ સુધી મળતા રહે છે ફૂલ
મહેસાણા જિલ્લાના કોચવા ગામે સ્પાઈડર લીલી નામના ફૂલનું ઉત્પાદન થાય છે. અહીંયા બે થી ત્રણ એવા સફળ ખેડૂતો છે જે સ્પાઈડર લીલીનુx વાવેતર કરે છે, સ્પાઈડર લીલી એ વધારે પાણીમાં થતો પાક છે. જે બારેમાસ ઉત્પાદન આપતું હોય છે અને જેમાંથી કમાણી પણ સારી થતી હોય છે. આ ગામમાં થાય છે સ્પાઇડર લીલી ફૂલની ખેતી મહેસાણા જિલ્લામાં વિવિધ ગામો છે જે પોતાની અલગ અલગ ખેતી માટે વખણાતા હોય છે.આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં આગળ સ્પાઈડર લીલી નામક ફૂલની ખેતી થાય છે. ગામમાં આ ખેતી કરતા બે થી ત્રણ સફળ ખેડૂતો છે પરંતુ સમગ્ર મહેસાણામાં આ ફૂલની ખેતી કરતા ખેડૂતો આ ગામમાં છે. મહેસાણા જિલ્લાના કોચવા ગામના સ્પાઈડર લીલીની સફળ ખેતી કરતા ખેડૂત વિજયભાઈ અંબાલાલ બારોટ છેલ્લા ઘણા વર્ષોથી સ્પાઇડર લીલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ સ્પાઈડર લીલીની ખેતી વિશે જણાવતા કહ્યું કે આ પાક એ બારેમાસ ઉત્પાદન આપતો ફૂલનો પાક છે જે ખાસ કરીને વધારે પાણી હોય ત્યાં થતી હોય છે, એક વીઘામાં એક વર્ષે 35 હજાર જુડી ફૂલ નું ઉત્પાદન આપે છે, અને ખર્ચમાં અન્ય કોઈ ખર્ચ આવતો નથી . આ ખેતીને પાણીની જરૂરિયાત સામાન્ય ખેતી કરતાં વધારે રહેતી હોય છે. અમારા વિસ્તાર...