હિંમતનગર સમરસ કન્યા છાત્રાલયનો પ્રવેશોત્સવ:રાજ્યકક્ષા મંત્રીએ સમરસ છાત્રાલયના 165 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો; કન્યા-કુમાર છાત્રાલયમાં પ્રવેશોત્સવ યોજાયો
હિંમતનગર ખાતેની સમરસ છાત્રાલયમાં આજે 165 વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારે પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, કલેકટર નૈમેષ દવે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સમરસ કુમાર છાત્રાલયમાં 165 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. હિંમતનગરના સમરસ છાત્રાલય ખાતે રવિવારે યોજાયેલા પ્રવેશોત્સવમાં રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, હિંમતનગર ખાતે 6742.91 ચો.મી મકાન બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા અને 16.61 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ સમરસ કુમાર છાત્રાલય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે હેતુથી બનાવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2019-20 થી સાબરકાંઠા જિલ્લામાં સમરસ કુમાર છાત્રાલય તથા સમરસ કન્યા છાત્રાલય હિંમતનગર ખાતે શરૂ કરવામા આવ્યું છે. આ છાત્રાલયમાં કુમાર-250 તથા કન્યા-250 એમ કુલ-500 વિદ્યાર્થીઓ રહી શકે એવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવી છે. જિલ્લાના અનુ.જાતિ, અનુ. જનજાતિ, આર્થિક અને શૈક્ષણિક પછાત અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે સમરસ છાત્રાલયનું નિર્માણ કર્યું છે. જેનો લાભ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર હર હંમેશ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ પ્રયત્નો કરતી રહી છે. સરકાર દ્વારા અન્ય વિદ્યાર્થીલક્ષી યોજનાઓ જેવી કે 15 લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન સહાય, 25 લાખ સુધીની પાયલોટ તાલીમ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલી છે. જેનો વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય લાભ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી ડી ઝાલાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હિંમતનગર સમરસ કન્યા છાત્રાલયનો પ્રવેશોત્સવ
હિંમતનગરમાં કન્યા છાત્રાલયમાં રવિવારે જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી અને તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલની ઉપસ્થિતિમાં 153 વિદ્યાર્થીઓને સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ અપાવ્યો હતો. આ સમરસ કન્યા છાત્રાલયમાં રહેવા-જમવાની વિના મુલ્યે સગવડની સાથે-સાથે પુસ્તક લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, તેમજ ઇનડોર-આઉટ ડોર રમત-ગમતના સાધનોની પણ સગવડ આપવામાં ઉપલબ્ધ છે.
http://dlvr.it/TBTtgZ
હિંમતનગરમાં કન્યા છાત્રાલયમાં રવિવારે જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી અને તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલની ઉપસ્થિતિમાં 153 વિદ્યાર્થીઓને સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ અપાવ્યો હતો. આ સમરસ કન્યા છાત્રાલયમાં રહેવા-જમવાની વિના મુલ્યે સગવડની સાથે-સાથે પુસ્તક લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, તેમજ ઇનડોર-આઉટ ડોર રમત-ગમતના સાધનોની પણ સગવડ આપવામાં ઉપલબ્ધ છે.
http://dlvr.it/TBTtgZ
Comments
Post a Comment