રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી
રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકાયા છે. 45 સંકુલો સીલ અને 3 એકમોને નોટિસ
આજે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન કલાસિસ, મોલ, શોપિંગ કોમ્પલેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળોએ તપાસ માટે વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દ્વારા ગઈકાલ હાથ ધરાયેલી કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ 105 એકમોની ચકાસણી કરી હતી. જેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ 45 સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જયારે 33 એકમોને નોટિસ આપવામાં આવી છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 18 એકમો સીલ કરાયા
http://dlvr.it/T7j2gj

Comments
Post a Comment