Skip to main content

નિમણૂંક પત્રો એનાયત:વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ 8 કેડરમાં અધિકારી-કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાલિકાની વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વિવિધ જગ્યાઓ ઉપર પસંદ થયેલા 130 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગમાં સીધી ભરતી, આંતરિક પસંદગી માટે પ્રતિક્ષા યાદીમાંથી તથા બઢતીથી નિમણૂક આપવા અંગે વિવિધ 8 સવર્ગોની વોર્ડ ઓફીસર, ઇલેક્શન ઓફીસર, રેવન્યુ ઓફીસર, સોફ્ટવેર પ્રોગ્રામર, સબ સેનેટરી ઇન્સ્પેકટર, મલ્ટી પર્પઝ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સર સૈનિકની કુલ 130 જગ્યા માટે નિયમ મુજબ ભરતી પ્રક્રિયા કરી અંતે પસંદગી પામેલા તેમજ બઢતી પામેલા ઉમેદવારોને આજે મેયર પિન્કીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નિમણૂંક હુકમ એનાયત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કઇ જગ્યા ઉપર નિમણૂંક?​​​​​​​
પાલિકા દ્વારા વોર્ડ ઓફીસર-4, ઇલેક્શન ઓફીસર-1, રેવન્યુ ઓફીસર-6, સોફ્ટવેર પ્રોગ્રામર-1, સબ સેનેટરી ઇન્સ્પેકટર-10, મલ્ટી પર્પઝ વર્કર-68, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર-34 અને સર સૈનિક- 6 મળી કુલ-130 જગ્યા માટે આજે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. દિવ્યાંગો નિમણૂંક પત્ર સ્વીકારવા હાજર રહ્યા
​​​​​​​આ કાર્યક્રમમાં વિવિધ સંવર્ગના ઉમેદવારો નિમણૂંક પત્રો સ્વીકારવા હાજર રહ્યા હતા. આ ઉમેદવારો પૈકી મહિલા અને દિવ્યાંગ ઉમેદવારો પણ નિમણૂંક પત્ર સ્વીકારવા હાજર રહ્યા હતા.


http://dlvr.it/TBgWvy

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6