જૂનાગઢ મહાનગર પાલિકાની કામગીરીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. આખા શહેરમાં ક્યાંય પણ સારા રસ્તા નથી. ખરાબ રસ્તાને લઇને લોકો હેરાન પરેશાન થયા છે. કોઇક સ્થળોએ તો રસ્તો શોધવો જ મુશ્કેલ બન્યો છે. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ યોગીપાર્ક સોસાયટીમાં રોડની હાલત કફોડી બની છે. અહીં રોડની હાલતથી સ્થાનિકો ત્રાહીમામ બન્યા છે. સ્થાનિકોએ જણાવ્યુ કે, અહીં તંત્ર દ્વારા ગટર, રોડની કામગીરી કરી હતી બાદમાં પેચવર્ક કરવામાં આવેલ નથી. માત્ર કરેલી કામગીરીમાં ખાડા બૂરી દીધેલા છે. જેને કારણે વરસાદ પડતા જ અહીં કાદવ કિચડનુ સામ્રાજ્ય ખડકાયુ છે. આ રોડ પર વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે. એટલુ જ નહીં કોઇપણ ઘરે કોઇ બિમાર પડ્યુ હોય કે મહિલાને ડિલેવરી સહિતની ઇમરજન્સી દવાખાનાની જરૂર પડી હોય તો ઇમરજન્સી સેવાના વાહનો પણ આવી શકે તેમ નથી. રોજ ઘણા વાહનો અહીં ફસાય છે. આ રોડને લઇને આકસ્મિક બનાવો પણ વધ્યા છે. અહીંના નગરસેવક જો આ રોડ પર ચાલીને બતાવે તો લોકો તેનુ સન્માન કરવા તૈયાર છે. સ્થાનિકો આ રોડથી ત્રાહીમામ થયા છે. કાદવ કિચડ જેવી ગંદકીને કારણે અહીં રોગચાળાની ભિતી પણ સેવાય રહી છે. વહેલી તકે આ રોડની કામગીરી તંત્ર કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
http://dlvr.it/TBkb7Y
http://dlvr.it/TBkb7Y
Comments
Post a Comment