Skip to main content

ભાવનગરમાં વરસાદી માહોલ:વલ્લભીપુર, સિહોર અને પાલીતાણામાં વરસાદી ઝાપટાં વરસ્યા, અન્ય તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢી અમાસના અંતિમ દિવસે પણ અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુર, સિહોર તથા પાલીતાણામાં હળવા ઝાપટાં વરસ્યા હતા, જયારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા, પરંતુ મેઘો મનમૂકીને વરસ્યો ન હતો. ભાવનગર જિલ્લામાં સરેરાશ 1.6 MM જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા
ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 4 મિમી, ઉમરાળામાં -2 મિમી, ભાવનગરમાં - 1 મિમી, ઘોઘામાં - 1 મિમી, સિહોરમાં - 4 મિમી, ગારીયાધારમાં - 0 મિમી, પાલીતાણામાં - 4 મિમી, તળાજામાં - 0 મિમી, મહુવામાં - 0 મિમી તથા જેસરમાં - 0 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 6 તાલુકામાં ઝરમર વરસાદ જ્યારે 4 તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા. છેલ્લા 5 દિવસનું શહેરનું તાપમાનનો પારો
તા.31 જુલાઈના રોજ મહતમ તાપમાન 33.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.8 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું અને 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.1 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.3 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું અને 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.2 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 85 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તા.3 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 98 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.તા.4 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું અને 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.


http://dlvr.it/TBVg0K

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6