મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી દારૂ ભરેલ કારને પોલીસે પકડી છે. તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી આવેલ છે. જેથી પોલીસે દારૂ બીયર અને ગાડી મળીને 3,27,550નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે. તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા તજવીજ ચાલી રહી છે. મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી કાર નંબર જીજે 36 એજે 4700 પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 52 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે 27,550 ની કિંમતનો દારૂ તેમજ બિયર અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3,27,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે ગાડીમાં બેઠેલા ઉદય જોરૂભાઇ કપરડા અને અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા (રહે. બંને હાલ મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે. કળમાદ જીલ્લો સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી રણુભાઈ લગધીરભાઈ કપરડાનું નામ સામે આવ્યું છે. જેથી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
http://dlvr.it/TBd528
http://dlvr.it/TBd528
Comments
Post a Comment