Skip to main content

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. રાજકોટ એસટીના વિભાગીય નિયામકની સાથે વહીવટી અધિકારી ધવલ વાઘેલા તેમજ ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી. બી. ડાંગરની કચેરી આવેલી છે. જૂની વહીવટી કચેરીને તોડી પડાશે
આ ઉપરાંત રાજકોટ એસટી વિભાગની જૂની વહીવટી કચેરી જ્યાં આવેલી છે, તેનુ ડિમોલિશન કરી નાખવામાં આવશે અને તે જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે. જે અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ સમક્ષ પ્રપોઝલ મૂકવામાં આવી છે. જે અંગે એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે, ગોંડલ રોડથી સૌરાષ્ટ્ર તરફ એટલે કે, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ઉના અને દીવની જે બસો પસાર થાય છે તે મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે હાલ જ્યાં વહીવટી કચેરી આવેલી છે, ત્યાં સેટેલાઈટ બસ સ્ટેશન બનાવવા માટે વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી ખાતે દરખાસ્ત કરી દેવામાં આવી છે. આધુનિક કચેરીમાં વિવિધ સુવિધાઓ ઉપલ્બધ હશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગની વિભાગીય કચેરી મોટાભાગે તૈયાર થઈ ચૂકી છે. આધુનિક કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓને બેસવા માટે, પીવાનું પાણી, શૌચાલય સહિતની તમામ આધુનિક સુવીધાઓ મળી રહેશે. જેથી હવે જૂની કચેરી ખાલી કર્યા બાદ ટૂંક સમયમાં તમામ સ્ટાફ અને ચીજવસ્તુઓ નવી કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. જે બાદ જૂની કચેરીનું ડિમોલિશન ઝડપથી થશે. બાદમાં આ જગ્યા પર ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશન નિર્માણ પામશે જે પણ આધુનિક હશે. ત્યાથી 200થી વધુ બસોની ટ્રીપો દોડાવવામાં આવશે.


http://dlvr.it/TBmVmT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6