કર્મચારીઓએ કહ્યું જેલમાં જવાનો ડર નથી:વડોદરામાં હડતાલ કર્મી અને છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા HR મેનેજરને માર માર્યો બાદમાં મારી નાખવાની ધમકી આપી
વડોદરા જિલ્લના સાવલીમાં આવેલી એક ખાનગી કંપનીના હડતાલ પર ગયેલા અને છુટ્ટા કરાયેલા કર્મચારીઓએ ભેગા મળીને એચ.આર મેનેજરની સાથે ઘર્ષણ કરી મારી નાખવાની ધમકી આપતા આ મામલે જરોદ પોલીસે ફરિયાદ નોંધી વધું કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સાવલીના વડદલામાં આવેલી ખાનગી કંપનીમાં બે વર્ષથી એચ આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા પગાર વધારાની માંગણી તથા શિસ્ત ભંગના પગલાં રૂપે કર્મચારીઓની છુટા કરવામાં આવ્યા છે. કંપનીમાં 200 જેટલા કામદારો બે મહિનાથી યુનીયનની હડતાલ પર ઉતરેલા છે. કંપનીનું કામકાજ સદંતર બંધ હતું. 22, જુલાઇથી કંપનીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ જ દીવસે કંપનીની બસ વડોદરા શહેરનાં છાણી જકાતનાકાથી અલગ અલગ જગ્યાએથી કામે આવતા કંપનીના કર્મચારીઓ-વર્કરોને બેસાડીને કંપનીમાં આવવા નિકળ્યયા હતા. તે દરમિયાન હોટલ વે-વેઇટ સામે તેઓ કંપનીની બસમાં બેઠા હતા. બસ રેફરલ ચોકડી,જરોદ પાસેથી આગળ વધી રહી હતી. ત્યારે વિશ્વામિત્રી બ્રિજ પહેલા કંપનીના હડતાલ પર ઉતરેલા કામદારો તેમજ કંપનીમાંથી છુટ્ટા કરાયેલા કામદારો ભેગા થઇને ઉભા હતા. બાદમાં તેઓએ હાથ ઉંચો કરતાં ડ્રાઈવરે બસને ઉભી રાખી હતી. તે જ સમયે હડતાલ પર ઉતરેલા કામદાર સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા , રહે.વડોદરા)એ બસમાં ચઢીને તેમની જોડે ખેંચતાણ અને ધક્કામુક્કી કરી હતી. તે સમયે તેમના ખીસ્સામાં મુકેલો મોબાઇલ અને પૈસા પડી ગયા હતા. દરમિયાન બીજા કામદાર મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) એ દોડી આવીને તેઓ પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા. એચ આર મેનેજરને માર માર્યા બાદગાળો બોલતા કહ્યું કે, તને કંપની ચાલુ કરવાનો બહુ શોખ છે. આજે તારો શોખ પુરો કરી નાંખીએ. હવે પછી ક્યારે કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી. તેવુ કહી મરી નાખવાની પણ ધમકી આપી હતી. દરમ્યાન કેટલાંક કંપનીનાં કર્મીઓ દ્વારા તેઓની વચ્ચે પાડીને મારતાં બચાવ્યા હતા. આ સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. બાદમાં આ મામલે સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા, વડોદરા), મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ જરોદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
http://dlvr.it/TBbbs5
http://dlvr.it/TBbbs5
Comments
Post a Comment