Skip to main content

મહાકાય અજગરનું રેસ્ક્યૂ:બગસરાના સાપરથી સુડાવડ જવાના માર્ગ પર મહાકાય અજગર આવી ચડ્યો, વનવિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડ્યો

અમરેલીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સિંહ અને દીપડાની લટારની સાથે સાથે હવે અજગર નીકળવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે બગસરાની સાતલડી નદી વિસ્તારમાંથી મહાકાય અજગર બહાર આવી સાપર સુડાવડ જવાના માર્ગ પર આવી ચડ્યો હતો. જેથી સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગની ટીમ રહેણાંક વિસ્તારમાં અજગર ઘુસે તે પહેલા તેનું રેસ્ક્યૂ કરી લીધું હતું. જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગ દ્વારા અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અજગરો હવે રેવન્યુ અને શહેરી વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા વિસ્તારમાં અજગરની અવર જવર વધી રહી છે. થોડા દિવસ પહેલા ખાંભા અને જાફરાબાદ તાલુકાના વાડી વિસ્તારમાં 3 કરતા વધુ અજગરોને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યાં હતા. અજગરની અવર જવર વધતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.


http://dlvr.it/TBhVLc

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6