ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઇ છે. ઘેડમાં પુરના કારણે 15 દિવસથી ખેતમજૂરી બંધ થઇ ગઇ છે. સાથે પશુના ચારાની પણ મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે ખેત મજૂરોને તાત્કાલીક કેશડોલ્સ ચૂકવવા તેમજ પશુના ચારાની વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે. અા અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના ઉપપ્રમુખ હમીર રામે જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઅાત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતી સર્જાઇ છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે. સર્વત્ર પાણી ભરાયેલું હોય ખેત મજૂરોને છેલ્લા 10 - 15 દિવસથી મજૂરી કામ મળતું નથી. પરિણામે તેમના પરિવારની રોજીરોટીનો સવાલ ઉભો થયો છે.ત્યારે ખેત મજૂરી બંધ હોય અાવા પરિવારોને તાત્કાલીક કેશડોલ્સની રકમ ચૂકવવી જોઇઅે જેથી તેઅો પોતાનો જીવન નિર્વાહ કરી શકે. સાથે ભારે પુરના કારણે ખેડૂતોઅે સંગ્રહ કરેલો ઘાંસચારો પલળી ગયો છે. હવે ખેતરોમાં પાણી ભરેલા હોય લીલો ઘાસચારો પણ મળી શકે તેમ નથી.જ્યારે સરકાર પાસે જંગલ ખાતાની વિડીમાં અેકત્રિત થયેલ ઘાંસચારો પશુપાલકોને અાપવો જોઇઅે. કારણ કે, પશુપાલકો માટે પોતાના કરતા પોતાનું પશુધન ખૂબ જ અગત્યનું હોય છે.ત્યારે અા પશુધનનો બચાવ થાય તે માટે પશુપાલકોને જંગલ ખાતાની વીડીમાંથી ઘાંસચારો અાપવો જોઇઅે. ત્યારે અા બન્ને મામલે સત્વરે નિર્ણય કરવામાં અાવે તેવી માંગ છે.
http://dlvr.it/TBSkbZ
http://dlvr.it/TBSkbZ
Comments
Post a Comment