Skip to main content

રોડના ખાડા પૂરવાની શરૂઆત:શહેરમાં પડેલા નાના-મોટા ખાડાઓ 3454 પૂરવામાં આવ્યા, વરસાદના કારણે હોટ મિક્સ ડામરનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો

શહેરમાં ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન રોડ ખરાબ થઈ જતા હોય છે. અનેક વિસ્તારોમાં નાના-મોટા ખાડા પડ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગને નાના-મોટા ખાડા પૂરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી હતી. ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં નાના-મોટા 3454 ખાડાઓ પુરવામાં આવ્યા હતા. વેટ મિક્સ, કોલ્ડ મિક્સ હોટ મિક્સ અને જેટ પેચર મશીનોનો ઉપયોગ કરી ખાડા પૂરવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ હજી પણ અનેક સ્થળોએ નાના-મોટા ખાડા અને રોડ તૂટેલા જોવા મળ્યા છે. જુદા-જુદા કારણોસર રસ્તામાં ખાડા પડ્યા
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પૂરવા માટેની સૂચના તમામ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી. બે રોલર મશીન, 267 મજૂરો અને 38 ટ્રેક્ટરોની મદદથી 3489 જેટલા નાના-મોટા ખાડા પડ્યા હતા, જેમાંથી વરસાદ છેલ્લા અનેક દિવસથી ચાલુ હોવા છતાં પણ 3454 ખાડા વેટ મીક્સ અને કોલ્ડ મિક્સ નાખી પૂરવામાં આવ્યા છે. 2993 જેટલા ખાડા ચોમાસામાં વરસાદના કારણે પડ્યા છે જ્યારે 359 જેટલા ખાડા ડ્રેનેજ લાઈનમાં ભંગાણ અને રોડ ખોદવાના કારણે થયા છે. 137 જેટલા ખાડાઓ વિવિધ એજન્સીઓને થોડું ખોદવાની પરમિશન આપવામાં આવી હતી, જે પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ ન થતા સામે આવ્યા છે. વરસાદ બપોરે શરૂ થઈ જતા કામગીરી બંધ કરવી પડી
ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા હોવાની ફરિયાદોના પગલે તાત્કાલિક ધોરણે કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, સતત વરસાદ શરૂ હોવાના કારણે કામગીરી થઈ શકી ન હતી. જોકે, હવે વરસાદ બંધ થતા કામગીરી ઝડપથી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોટ મિક્સ પ્લાન્ટ બનીને તૈયાર છે પરંતુ, ચોમાસાના કારણે તેને ચાલુ કરી શકાતો નથી. આજે પ્લાન્ટનું ટ્રાયલ રન કરી 28 જેટલી ગાડીઓ દ્વારા શહેરમાં પડેલા ખાડાઓ પૂરવા માટેની મોટી કામગીરી કરવામાં આવનાર હતી પરંતુ, વરસાદ બપોરે શરૂ થઈ જતા કામગીરી બંધ કરવી પડી છે.


http://dlvr.it/TBjtr6

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6