દાહોદ જિલ્લામાં સોમવારનો દિવસ પણ ભીંજાયેલો પસાર થયો હતો. જોકે, છ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. બાકીના ત્રણ તાલુકામાં રસ્તા ભીના થાય તેટલો વરસાદ થયો હતો. ડેમો ભરાવવા માટે હવે પ્રજા ધોધમાર વરસાદની રાહ જોઇ રહી છે. દાહોદ જિલ્લામાં સોમવારનો દિવસ પણ ઝરમરિયા વરસાદ સાથે પસાર થયો હતો.જોકે, આખા જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોમવારના રોજ સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. દરરોજ જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યુ હતું. ત્યારે જિલ્લાના નવ તાલુકા પૈકી ફતેપુરા તાલુકામાં સાંજના છ વાગ્યા સુધીમાં 8 મિમી, લીમખેડા તાલુકામાં 1 મિમી, ગરબાડા તાલુકામાં 2 મિમી, દેવગઢ બારિયા તાલુકામાં 5 મિમી, ધાનપુર તાલુકામાં 3 મિમી અને સિંગવડ તાલુકામાં 11 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે, દાહોદ શહેર સહિત બાકીના તાલુકામાં પણ ઝરરમરિયા વરસાદે રસ્તા ભીના કર્યા હતાં. ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લામાં દરરોજ ઝરમરમ વરસાદ થઇ રહ્યો છે.તેનાથી ખેતીને ચોક્કસપણે લાભ થઇ રહ્યો છે પરંતુ ડેમોમાં પાણીની કોઇ આવક થઇ નથી રહી. ડેમો ભરાવવા ધોધમાર વરસાદની જરૂરિયાત જણાઇ રહી છે.
http://dlvr.it/TBXhGW
http://dlvr.it/TBXhGW
Comments
Post a Comment