Skip to main content

પોલીસે એકની અટક કરી:શેરપુરા નજીક ટ્રકમાં કતલખાને લઈ જવાતાં 24 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવાયાં

વડગામ તાલુકાના શેરપુરા (મ) હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકમાંથી ગેરકાયદેસર ખીચોખીચ ભરી શનિવારે કતલખાને લઈ જવાતાં 24 ગૌવંશને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી મૂંગા પશુઓના જીવ બચાવ્યા હતા. છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત જીવદયા પ્રેમીઓ સક્રીય બનતા શેરપુરા થી અમદાવાદ કતલખાને લઈ જવાતાં ગૌવંશને છાપી નજીક શેરપુરા-મજાદર હાઇવે ઉપર બાતમીના આધારે શેરપુરાના બે જીવદયા પ્રેમીઓએ એક ટ્રકનો પીછો કરી ટ્રકને ઉભી રાખવી તલાસી લીધી હતી. દરમિયાન ટ્રકમાં ખીચોખીચ ભરેલ 24 ગૌવંશને ઝડપી પાડી છાપી પોલીસને જાણ કરતા એએસઆઈ ઉદેસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી ક્રૂરતા પૂર્વક ઘાસચારા તેમજ પાણીની સગવડ વિના 24 ગૌવંશ મળી આવતા પોલીસે ટ્રક સહિત ગૌવંશ મળી કુલ રૂ. 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક મિશ્રિલાલ મનિરામ પાલ ગડરિયા (રહે.બસંત પીપળી,જી.નાસિક, મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી. જ્યારે ગૌવંશને ડીસા પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા. પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


http://dlvr.it/TBVSw5

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6