જાફરાબાદ બાબરકોટમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 800 છાત્ર પર જર્જરીત બિલ્ડીંગના કારણે જોખમ છે. અહીં પીએમશ્રી યોજનામાં સમાવેશ થયેલ બાબરકોટ પ્રાથમિક શાળામાં બિલ્ડીંગ મંજુર થયાના 6 માસ વિતી ગયા છે છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓ માથે જાણે મોત મંડરાય રહ્યું છે. જેના કારણે ગ્રામજનોમાં પણ તંત્ર સામે રોષ ફેલાયો છે. પીએમશ્રી યોજનામાં સમાવેશ થયેલ બાબરકોટ પ્રાથમિક શાળામાં બિલ્ડીંગની દુર્દશાની સાથે સાથે 10 જેટલા શિક્ષકોની ઘટ પણ છે. આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે બાળકો તેના પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે શિક્ષણની માઠી દશા બેઠી છે. દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓમાં શિક્ષકો નોકરી કરવા તૈયાર નથી. જેના કારણે શિક્ષકોની ઘટ સતાવી રહી છે. બાબરકોટમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પરંતુ જે બિલ્ડીંગમાં અભ્યાસ કરે છે તે 30 વર્ષ જૂનું છે. તેમજ પ્રાથમિક શાળાનું બાંધકામ જર્જરીત હાલતમાં છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ પડતાની સાથે જ પ્રાથમિક શાળાના બિલ્ડીંગની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને શાળામાં બેસવું પણ મુશ્કેલી બન્યું છે. ઉપરાંત પોપડા પડી રહ્યા છે. જેના કારણે નાના ભૂલકાઓ પર જોખમ ઉભું થયું છે. બાબરકોટ પ્રાથમિક શાળાનો પીએમશ્રી યોજનામાં સમાવેશ થયો છે. અહીં બિલ્ડીંગ મંજુર થયું છે. પરંતુ કોઈ કારણોસર પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગની કામગીરી શરૂ થતી નથી. અધુરામાં પુરૂ અહીંની શાળામાં 25 શિક્ષકોનું મહેકમ છે. જેની સામે અત્યારે માત્ર 15 શિક્ષકો છે. અહીં 10 શિક્ષકોની જગ્યા ખાલી છે. અહીં પુરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂંક કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ માંગણી કરી હતી. તેમજ બાળકોને દુર્ઘટનાથી બચાવવા માટે તાત્કાલીક નવા બિલ્ડીંગની કામગીરી શરૂ કરવા પણ સરપંચે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. 2 રૂમ પાડવાની મંજુરી મંગાઇ છે બાબરકોટ પ્રા. શાળાનો પ્રશ્ન અમારા સુધી આવ્યો છે. ટુંક સમયમાં જ શાળામાં રીપેરીંગની કામગીરી શરૂ કરશું. અને બે રૂમ પાડવાની પણ મંજુરી જિલ્લાકક્ષાએ માંગવામાં આવી છે. ઉપરાંત બે રૂમ મંજુરીમાં મુકવામાં આવ્યા છે.> આઝાદભાઈ, જાફરાબાદમાં શિક્ષણ કેળવણી નિરીક્ષકના તાલુકાના ટેકનિકલ એન્જિનિયર અન્ય જગ્યાએ છાત્રોને બેસવાની વ્યવસ્થા કરો જર્જરીત શાળામાં નવા રૂમ શરૂ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અન્ય જગ્યાએ બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. શાળામાં 10 રૂમમાં તાત્કાલિક સંખ્યા પ્રમાણે મંજુર કરવા પણ તેમણે માંગણી કરી હતી.> અનકભાઈ, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પીએમશ્રી યોજનામાં સમાવેશ શાળામાં 6 માસથી મંજુર થયેલ બિલ્ડીંગની કામગીરી શરૂ જ ન થઈ: 10 શિક્ષકની પણ ઘટ બીજી તરફ..અમરેલીમાં આવેલી સુખનિવાસ પ્રા. શાળા પણ જર્જરિત ભાસ્કર ન્યૂઝ|અમરેલી અમરેલી આવેલ સુખનિવાસ કોલોનીમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સુખનિવાસ પ્રાથમિક શાળા પાછલા ઘણા સમયથી જર્જરિત હાલતમા બની ચુકી છે. જો કે તેમ છતા અહી જોખમ સાથે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. સુખનિવાસ કોલોનીમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા કાર્યરત છે. શાળાનુ બિલ્ડીંગ વર્ષો જુનુ નળીયાવાળુ છે. અવાનવાર શાળાના નળીયા તુટી રહ્યાં છે. શાળામા અનેક ભુલકાઓ અભ્યાસ માટે આવે છે. પરંતુ શાળા જર્જરિત બની ચુકી હોય બાળકો માથે જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે શાળાનુ નવુ બિલ્ડીંગ બનાવવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. જિલ્લામા ગ્રામિણ વિસ્તારમા અનેક શાળાના બિલ્ડીંગ જર્જરિત બની ચુકયા છે. અને જોખમી રીતે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક સ્થળે આંગણવાડીના મકાન પણ જર્જરિત હાલતમા જોવા મળી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા આ દિશામા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે. શાળાના નળિયા પણ તૂટી રહ્યાં છે : બાળકો માથે ઝળુંબતુ જોખમ અવાર-નવાર રજૂઆત કરી છે. છતાં મંજુર થયેલ શાળાના બિલ્ડીંગની કામગીરી શરૂ થતી નથી. ત્યારે બાળકો અંદર અભ્યાસ કરતા હશે અને શાળા ધરાશાયી થશે તો જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે.> કૈલાશબેન સાંખટ, બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ
http://dlvr.it/TBdrgb
http://dlvr.it/TBdrgb
Comments
Post a Comment