કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો:ગોધરાના મોટી કાટડી ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં પગ લપસી જતા ગરકાવ થયેલા યુવકનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો
ગોધરા તાલુકાના મોટી કાટડી ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક આજથી બે દિવસ પહેલા પગ ધોવા માટે કેનાલમાં ઉતાર્યો હતો અને અચાનક પગ લપસી જતાં યુવક પાણીમાં ગરકાવ થયો હતો. જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ બચાવવાની કોશિશ કરી, પરંતુ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેથી પરિવારજનો અને આજુબાજુના લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી હતી. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી સતત બે દિવસ સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ ગઈકાલે બહાર કાઢ્યો હતો. જે સમગ્ર બનાવની કાકણપુર પોલીસ મથકમાં અકસ્માતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા તાલુકાના મોટી કાટડી હરા ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ નાથુસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા તેમનો ભત્રીજો છત્રસિંહ કેસરીસિંહ સોલંકી પોતાના ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પગ ધોવા માટે નીચે ઉતાર્યો હતો. ત્યારે અચાનક તેમનો પગ લપસી જતા તેઓ નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા. જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોએ બચાવવાની કોશિશ કરી, પરંતુ છત્રસિંહ સોલંકી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર ,દિનેશ ભાભોર, વદનજી ઠાકોર અને સતીશ ડાંગી સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં બે દિવસ સુધી ભારે જહેમત બાદ ગઈકાલે છત્રસિંહ કેસરીસિંહ સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે સમગ્ર બનાવનો કાકણપુર પોલીસ મથકમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
http://dlvr.it/TBYPGd
http://dlvr.it/TBYPGd
Comments
Post a Comment