યુવા ઉદ્યોગકારોએ યોગ્ય માર્ગદર્શન મેળવ્યું:સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સરદારધામ સંચાલિત GPBO સુરતની 8મી વિંગ આયોલાઈટનું લોન્ચિંગ થયું
સરદારધામ દ્વારા તેના મિશન 2026 અંતર્ગત સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સૂત્ર હેઠળ ગામથી ગ્લોબલ સુધી જવા માટેના અનેકવિધ આયોજનો પણ થઈ રહ્યા છે. તેના પાંચ લક્ષ્ય બિંદુઓમાંનું એક મહત્વનું લક્ષ્યબિંદુ એટલે જીપીબીઓ. જેમાં સમાજના બિઝનેસમેનને એક પ્લેટફોર્મ પર આવીને પોતાના બિઝનેસની કેડી કંડારે છે. જીપીબીઓમાં હાલ 1040 મેમ્બર્સ સાથે 20 વિન્ગ કાર્યરત છે. જેના થકી બિઝનેસમેન પોતાના બિઝનેસનો વ્યાપ વધારી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા 937થી વધુ કરોડનો બિઝનેસ કરાયો છે. સુરત શહેરમાં GPBOની 7 વીંગ કાર્યરત છે. ત્યારે 9 કરોડના બિઝનેસ સાથે સુરત શહેરની 8મી અને જીપીબીઓની 21મી વીંગ આયોલાઇટનું લોન્ચિંગ સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું. સુરત શહેર અને અન્ય શહેરમાંથી આવેલા જીપીબીઓ મેમ્બર અને ટ્રસ્ટીગણ, નવસારી, વડોદરા, બારડોલી, અમદાવાદથી કુલ 30 સભ્યો એમ કુલ 450 જેવી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં મેઘમણી ગ્રુપના ફાઉન્ડર નટુભાઈ પટેલ, ઘનશ્યામભાઈ શંકર (શિવમ જવેલ્સ), ધીરુભાઈ નારોલા (નારોલા ડાયમંડ), મનહરભાઈ સાચપરા (યુરો ફૂડ્સ), બાબુભાઇ વાઘાણી (લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન), મનસુખભાઈ સોજીત્રા (MTC ગ્રુપ) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ વીડિયોના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમના દ્વારા GPBOના યુવાનોને વર્ષ 2026 સુધીમાં 2026 કરોડનો બિઝનેસ હાંસલ કરવા હાકલ કરાઇ હતી. શિવમ જ્વેલર્સના ઘનશ્યામભાઈ શંકરે કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધનમાં શોર્ટકટથી કમાવાનું છોડીને બિઝનેસમાં નીતિમત્તા જાળવીને આગળ વધવાની વાત કરાઇ હતી. ધીરુભાઈ નારોલાએ પણ પોતાના જીવનની ઝાંખી દ્વારા જીપીબીઓના અદભુત પ્લેટફોર્મની વાત યુવા બિઝનેસમેનને કરી હતી. GPBO કોર્પોરેટના પ્રથમ મેમ્બર એવા મનહરભાઈ સાચપરાએ જીપીબીઓને 100 વિન્ગ કરવાના લક્ષ્ય રાખવાની વાત કરી હતી. તેમજ IOLITE વિંગની લોન્ચિંગ ઇવેન્ટમાં GPBO કોર્પોરેટમાં નવા 2 સભ્યો જોડાયા જેની જાહેરાત અને ઓપન ફોરમ સોલીટેર સુરતની 9મી વિન્ગ ચાલુ કરવાની વાત તેમના દ્વારા કરાઇ હતી. નટુભાઈ મેઘમણી એ યુવાનોને સાચી દિશા તરફ પગ માંડવાની વાત સાથે કઈ રીતે પ્રગતિ અને ગતિ તરફ મંડાણ કરવા તે અંગે ઝીણવટ ભરી વાત કરી હતી. આ નિમિત્તે GPBS 2025ની માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં GPBO સુરત ડિસ્ટ્રિક્ટ ઓબ્જર્વર અરવિંદભાઈ ખાનપરા, મુકેશભાઈ ગોળકિયા, ઝોન ઓબ્જર્વર ઉત્તમભાઈ પટેલ, ડો. અનેરી મોરડિયા, GPBO કન્વીનર જીગરભાઈ પટેલ, સહ કન્વીનર સાગર દુધાત તેમજ અન્ય શહેરોમાંથી પણ લીડરશીપ ટીમના મેમ્બરોએ હાજર રહીને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.
http://dlvr.it/TBfM4x
http://dlvr.it/TBfM4x
Comments
Post a Comment