ચેમ્બુરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠે ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હિજાબ, નકાબ, બુરખા, કેપ વગેરે પહેરવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને યથાવત રાખતાં મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોલેજના નવ વિદ્યાર્થીઓએ 26 જૂનના મુંબઈ હાઈ કોર્ટના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારોના વકીલે કોલેજમાં યુનિટ ટેસ્ટ શરૂ થવાની હોવાથી તાકીદે સુનાવણી લેવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અરજી આવી ત્યારે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આગામી દિવસોમાં ટૂંક સમયમાં સુનાવણી લેવાશે, એવી નોંધ કરી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ અતુલ એસ ચાંદુરકર અને રાજેશ એસ પાટીલની ડિવિઝન બેન્ચે 26 જૂનના રોજ જણાવ્યું હતું કે, કૉલેજ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના આર્ટિકલ 19(1)(એ) (સ્વાતંત્ર્ય અભિવ્યક્તિનો અધિકાર) અને બંધારણની કલમ 25 (ધર્મ પાલનની સ્વતંત્રતા)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે ભેદભાવભરી નથી. તેને જારી કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે, વિદ્યાર્થીના પોશાકમાં તેમનો ધર્મ છતો નહીં થવો જોઈએ. વિદ્યાર્થીઓએ જ્ઞાન અને શિક્ષણ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડ્રેસ કોડ જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષમાં અમલમાં આવવાનો હતો, તેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોલેજની અંદર બુરખો, નકાબ, હિજાબ અથવા કોઈ પણ ધાર્મિક ઓળખ કરે, જેમ કે બેજ, કેપ અથવા સ્ટોલ્સ પહેરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોલેજ દ્વારા તેના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે ફક્ત આખી અથવા અડધી બાંયનું શર્ટ અને ટ્રાઉઝર, જ્યારે છોકરીઓ માટે કોઈ પણ ભારતીય અથવા પશ્ચિમી સભ્યતા દર્શાવતો પોશાક જ પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.એડવોકેટ હમઝા લાકડાવાલા અને અબીહા ઝૈદી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી)માં, અરજદારો, કૉલેજના 9 બીએસસી કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે હાઈ કોર્ટ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી હતી કે કૉલેજ કાયદાની સત્તા દ્વારા ખોટી સૂચનાઓ જારી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની દલીલો વિદ્યાર્થીઓની અપીલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હાઈ કોર્ટે ખોટો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. અરજદારે દાવો ર્ક્યો છે કે, ખરેખર આ વિવાદિત નિર્દેશને કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે ગંભીર ભેદભાવ થયો છે અને તેઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. અરજીમાં વિવાદિત સૂચનોને રદ કરવા માટે માર્ગદર્શન માગવામાં આવ્યું છે. સૂચનો એસએલપીની સુનાવણી બાકી રહે ત્યાં સુધી, તેણે તેની પર સ્ટે માગવામાં આવ્યો છે. જો આવું નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે,તેમના જીવન અને કારકિર્દીને અસર થશે.
http://dlvr.it/TBb9mM
http://dlvr.it/TBb9mM
Comments
Post a Comment