બે બાઈક વચ્ચે અકસ્માત, CCTV:કેશોદ-જૂનાગઢ નેશનલ હાઈવે પર રોંગસાઈડમાં આવી રહેલા બાઈકના ચાલકે અન્ય બાઈકને ટક્કર મારી, દંપતી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત
જૂનાગઢ કેશોદ નેશનલ હાઈવે પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. કેશોદ થી બાટવા તરફ જતી અને રોંગ સાઈડમાં કેશોદ તરફ આવતી બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે બાઈક સવાર પતિ-પત્ની સહિત ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બાઈક સવાર પતિ પત્ની સહિત ચાર ઇજાગ્રસ્તો ને કેશોદ સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ ત્રણ ઇજાગ્રસ્તોને જુનાગઢ વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બાઈક ચાલક બાંટવાના વિષ્ણુભાઈ ધીરુભાઈ ડગરા, વિક્રમભાઈ ધીરુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેમજ કેશોદના મેવાણાના કાંતિભાઈ ભગવાનજીભાઈ મારડિયા અને તેમના પત્ની નિર્મળાબેન કાંતિભાઈ મારડિયા ને સામેથી આવતી બાઈક ટકરાતા ગંભીર ઇજાઓ પહોંચી છે. કેશોદ જુનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે..
http://dlvr.it/TBX70F
http://dlvr.it/TBX70F
Comments
Post a Comment