Skip to main content

વિમાનમાં સર્જાયેલી ખામી સુધારવામાં સમય લાગ્યો:દુબઈ જતી ફ્લાઈટ 8 કલાક મોડી ઉપડી, 155 પેસેન્જર અટવાયા

સ્પાઈસ જેટની રવિવારે સવારે 9.55 વાગ્યાની અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટ 8 કલાકના વિલંબ પછી સાંજે 6.15 વાગ્યે રવાના થતાં 155 પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. એરલાઇન અગાઉથી પેસેન્જરોને ફોન અને મેસેજથી જાણ કરી હતી તેમ છતાં 30 પેસેન્જર એરપોર્ટ પહોંચી જતાં તેમને રિફ્રેશમેન્ટ આપવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટ પર સમયસર આવી હતી પરંતુ અમદાવાદમાં એરક્રાફટના એન્જિનિયરિંગનું કામ ચાલતું હોવાથી મોડી પડી હોવાનું સૂત્રોનું કહેવું છે. વરસાદથી ખરાબ વાતાવરણના કારણે અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની 13 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા હતા જેમાં સૌથી વધુ દિલ્હીની 5 ફ્લાઇટો 2 કલાક સુધી મોડી પડતાં પેસેન્જરો હેરાન થયા હતા. અમદાવાદથી ઉપડતી ઈન્ડિગોની હૈદરાબાદ, બેંગ્લુરુ 2 કલાક, ઔરંગાબાદ, વારાણસી, પૂણે 1 કલાક, વિસ્તારાની મુંબઈ અને દિલ્હીની 1 કલાક, સ્પાઈસ જેટની દિલ્હીની ફ્લાઈટ પણ 1 કલાક સુધી મોડી પડી હતી. છેલ્લા કેટલાક દિવસથી ખરાબ વાતાવરણના કારણે ફ્લાઈટો મોડી પડવાનો સિલસિલો યથાવત્ છે જેના કારણે પેસેન્જરોને હેરાન થવાનો વારો આવે છે.


http://dlvr.it/TBVJ64

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6