Skip to main content

કોરોનાકાળથી બસ ધૂળ ખાતી હતી:વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનોનો દરજ્જો અપાવવા માટે ત્રણ વર્ષથી બંધ ‘વડોદરા દર્શન બસ’ શરૂ કરાશે

વડોદરા શહેરને ક્રિએટિવ ઓફ હેરીટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરાયેલી વડોદરા દર્શનની બસ પુનઃ શરૂ કરવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાના વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી બસની સાફ-સફાઈ અને મેઇન્ટેનન્સની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પાલિકાના ટુરીસ્ટ વિભાગને હજુ સુધી વડોદરા દર્શન બસ શરૂ કરવાની કોઈ સૂચના મળી નથી. તત્કાલીન મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું
સર સયાજીરાવ ગાયકવાડની ઐતિહાસિક નગરી વડોદરા શહેરના વિવિધ સ્થાપત્યોને લોકો નિહાળી શકે અને માણી શકે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2015-16માં વડોદરા દર્શન નામની બસ શરૂ કરવામાં આવી હતી. આ બસનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા દર્શન બસની શરૂઆત થયા બાદ વૈશ્વિક મહામારી કોરોના આવતા વડોદરા દર્શન બસની સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે, કોરોના મહામારી ગયાને પણ ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા દર્શનની બસ શરૂ કરવામાં આવી ન હતી. આ બસ કોર્પોરેશન હસ્તકના વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી કરી દેવામાં આવી હતી. બસ તૈયાર કરવામાં આવી
જો કે, વડોદરા કોર્પોરેશન શહેરને ક્રિએટિવ ઓફ હેરીટેજનો દરજ્જો આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા દર્શન નામની બંધ કરી દેવામાં આવેલી બસ પુનઃ શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોના બાદથી વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાતી બસને ધોવામાં આવી છે અને તેનું મેઇન્ટેનન્સ કરી તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં બસ શરૂ થઇ જશે
વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વડોદરા દર્શન બસ શરૂ કરી દેવામાં આવશે. જો કે, વડોદરા કોર્પોરેશનના ટુરીસ્ટ વિભાગનો સંપર્ક કરતા અધિકારી અંકુર ગરુડે જણાવ્યું હતું કે, વડોદરા દર્શન બસ સેવા શરૂ કરવા માટેની હજી સુધી અમને કોઈ સૂચના મળી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ બસ ક્યારે શરૂ કરવામાં આવશે? બસમાં ટુરિસ્ટો માટેની ટિકિટનો દર કેટલો હશે? વડોદરા શહેરના કયા કયા સ્થળો બતાવવામાં આવશે? તેમજ બસમાં ગાઈડ તરીકેની નિમણૂક પણ કરવામાં આવી નથી. આમ વડોદરા દર્શન બસ અંગેની હજુ સુધી કોઈ રૂપરેખા નક્કી કરવામાં આવી નથી. સિટી ઇન્ફોર્મેશન સેન્ટર બનાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરને પ્રવાસન તરીકે વિકસાવવા માટે રેલવે સ્ટેશન પાસે ભવ્ય સિટી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું. જો કે, આ ઇન્ફોર્મેશન સિટી સેન્ટર સ્થળેથી જ બુલેટ ટ્રેન પસાર થવાની હોવાના કારણે આ સિટી ઇન્ફોર્મેશન સેન્ટર તોડી પાડવામાં આવ્યું છે. નોંધનીય બાબતે એ છે કે, આ સિટી ઇન્ફોર્મેશન જ્યારે બનાવવામાં આવ્યું હતું તેના એક જ વર્ષમાં તોડી પાડવામાં આવ્યું હતું. બસ કાયમી ધોરણે ચાલવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પૂર્વે વડોદરા દર્શનની બસ ચાલુ હતી ત્યારે ગાઈડ તરીકે કામ કરનાર શ્રીનિવાસ સોલાપુરકરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વડોદરા દર્શન બસ કાયમી ધોરણે શરૂ થવી જરૂરી છે. વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડે આપેલા અમૂલ્ય સ્મારકો છે. જેનો લોકોને ખ્યાલ આવવો એટલો જરૂરી છે. વડોદરામાં સ્થાપત્યોનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે અને આર્કિટ્રેક્ચરની દ્રષ્ટિએ પણ અનોખો ઇતિહાસ છે. વડોદરા દર્શનની બસ ચાલુ હતી ત્યારે પ્રતિદિન ઓછામાં ઓછા 15 થી 20 જેટલા લોકો લાભ લેતા હતા. તે સમયે ટિકિટનો દર રૂપિયા 100 હતો. વડોદરાના ઐતિહાસિક સ્થાપત્યોને જોવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત વિદેશી ટુરીસ્ટો પણ આવતા હતા. ત્યારે વડોદરા દર્શન બસ વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. વડોદરા દર્શન બસ રેલવે સ્ટેશનથી બપોરે 1 વાગે ઉપડતી હતી અને સાંજે 6 વાગે પરત સ્ટેશન આવતી હતી. આ સ્થળો ટૂરિસ્ટોને બતાવવામાં આવતાં હતાં


http://dlvr.it/TBkm9j

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv