Skip to main content

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાય ગોધરાની મુલાકાતે:પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી

ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પંચમહાલ રેન્જની મુલાકાતે આવ્યા છે. પંચમહાલ રેન્જમાં આવતા ત્રણ જિલ્લાઓ પંચમહાલ દાહોદ અને મહીસાગરના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. પંચમહાલ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય મુલાકાતે આવ્યા હતા. જેમનુ પંચમહાલ રેન્જ આઈજી આર.વી.અસારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પંચમહાલ પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ રેન્જમાં મહિસાગર અને દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થતો હોઈ તેમાં આ બન્ને જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમને કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. સાથે સાથે તેમને ગોધરાના નાગરિકો સાથે પણ બેઠક યોજી હતી. વિકાસ સહાય તેમની પોલીસ અધિકારી તરીકેની કારકિર્દીમાં ગોધરામાં પ્રોફેશનલ ઓફીસર તરીકે શરુઆત કરી હતી. તે સંસ્મરણો પણ વાગોળ્યા હતા.


http://dlvr.it/TBS8cc

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6