Skip to main content

ફરાર આરોપી ઝડપાયો:વાપીમાં 10 વર્ષ પહેલાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપીને UPથી પોલીસે ઝડપી પાડ્યો

વલસાડના વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીરા સાથે મિત્રતા કેળવી વર્ષ 2014માં સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી એક યુવક તેનું અપહરણ કરી ગયો હતો. તેમજ સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે કેસની ડુંગરા પોલીસની ટીમે ઝીણવટ ભરી તપાસ કરી 10 વર્ષથી સગીરા અપહરણ કેસમાં વોન્ટેડ આરોપીને બાતમીના આધારે UPના મિર્ઝાપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ડુંગરા પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરતા ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં રહેતી એક સગીરાને નજીકમાં રહેતા યુવકે મિત્રતા કેળવી હતી. યુવકે મિત્રતા દરમ્યાન સગીરા સાથે કરેલી વાતચીત દરમ્યાન યુવકે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને લલચાવી ફોસલાવી વર્ષ 2014માં સગીરાનું અપહરણ કરી યુવક ભાગી ગયો હતો. સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ સગીરાનું વાપીના સહિત વલસાડ જિલ્લામાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી ન આવતા સગીરાના પરિવારે ડુંગરા પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અપહરણ બાદ યુવકે સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે કેસમાં સંડોવાયેલા આરોપીને ડુંગરા પોલીસે 10 વર્ષ બાદ બાતમીના આધારે UPના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલા યુવકના ઘરે હોવાની બાતમી મળી હતી. ડુંગરા પોલોસની ટીમને મળેલી બાતમીના આધારે ડુંગરા પોલીસે આરોપી યુવકને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.


http://dlvr.it/TBY615

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6