Skip to main content

રજૂઆત:મોડાસા નગરપાલિકાના વ્યવસાય વેરાના નવા દરો વિસંગતતાથી ભરેલા

નગરપાલિકાઓમાં વ્યવસાય વેરાઓમાં નવા દરો જાહેર કરી અને તે અમલમાં મૂકાયા છે. પણ નવા દરો વિસંગતતાઓથી ભરેલા હોવાથી જે નિયત કરેલા દરો પુનઃ વિચારણા કરવા બાબતે મોડાસા પાલિકાના વિરોધ પક્ષના નેતા હુસેનભાઇ ખાલકે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા 2021માં રાજ્યપાલને એપ્રિલ - 2021ના રોજ વ્યવસાય વેરા ટેક્ષ માટે જે મુસદ્દા મોકલાયા હતા. જે આધારે મોડાસા પાલિકામાં 1-4-2023થી પ્રોફેશનલ ટેક્ષના જે નવા દરો અમલમાં મૂકાયા છે.જે સદંતર વિસંગતતાઓથી ભરેલા છે અને નાના સ્વરોજગાર કરનારા વેપારીઓ તેમજ અન્ય ક્ષેત્રમાં કામ કરતાં દુકાનદારો માટે ભેદભાવ ભર્યા હોય કોઈપણ સંજોગોમાં ન્યાય સંગત ન હોવાનું જણાવ્યું છે. સરકાર દ્વારા તબીબો, બેન્કિંગ તેમજ એજન્સીનો વ્યવસાય કરતાં વેપારીઓ માટે વાર્ષિક 1500 વ્યવસાય વેરો અમલમાં લવાયો છે. જ્યારે નાના વેપારીઓ, સ્વરોજગાર કરનારાઓ વેપારીઓ માટે રૂ.2500 વ્યવસાય વેરાના દર નક્કી કરાયા છે. જે સંપૂર્ણ રીતે વિસંગતતાથી ભરેલા છે. જેથી સમગ્ર વેપારીઓ વતી વિસંગતતા દૂર કરવા તેમજ જ્યાં સુધી વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી અમલવારી મુલત્વી રાખવી જોઈએ અને પહેલાના સમયમાં નાના વેપારીઓ પાંચ લાખ કરતાં ઓછી રકમના ટર્ન ઓવર વાળાઓને વ્યવસાય વેરામાંથી મુક્તિ અપાઇ હતી અને વધુ ટર્ન ઓવર કરતાં વેપારીઓને અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ દરો નક્કી કરાયા હતા. પરંતુ નવા દરો નાના અને શ્રીમંત વેપારીઓના માથે મોટો બોજ નાખવામાં આવ્યો છે. તેથી સંપૂર્ણ વિગતો તપાસી આ અંગે ન્યાય સંગત નિર્ણય લેવા અને ઘટતું કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.


http://dlvr.it/TBbNXp

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6