વિકરાળ આગથી અફરાતફરી મચી:પાલ RTO પાસે ચાલતી કાર સળગી ઊઠતા લોકોમાં ભય ફેલાયો, બાજુમાં આવેલી કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો
સુરતમાં સમયાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. ફરી એક વખત અડાજણ વિસ્તારની અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. બોનેટમાંથી ધૂમાડો નીકળવાનું શરૂ થતાં જ ચાલકે કારને બાજુ પર ઉભી રાખીને સમયસૂચકતા દાખવી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. બાજુમાં કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો
અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હતી. રાજહંસ સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહનચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી. આગને જોતા જ તાત્કાલિક રાજહંસ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા. પરંતુ મોટાભાગની આગ ઓલવવામાં સફળ રહ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. કારમાં બે લોકો સવાર હતા. આ દરમિયાન આગ લાગી હતી. બોનેટના ભાગે આગ શરૂ થતા બંને કારમાં બેઠેલા વ્યક્તિ ઉતરી ગયા હતા. આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી. જેના કારણે આગ ઉપર થોડો કાબૂ મેળવી લેવાયો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી. બોનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાય આવ્યું હતું.
http://dlvr.it/TBf3Xt

Comments
Post a Comment