Skip to main content

મેટલ અને ડાયમંડની રાખડીમાં ટંકારાનો દબદબો:12 હજારથી વધુ મહિલાઓને મળે છે બાર મહિનો રોજગાર; પંજાબથી પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં છે આ રાખડીઓની ડિમાન્ડ

રક્ષાબંધનને ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન સૌથી લોકપ્રિય તહેવારો પૈકીનો એક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન આવે છે. હવે રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અવનવી રાખડીઓ આવી ચૂકી છે. રાખડીની ખરીદીમાં ધસારો જોવા મળી રહ્યો છે. જો કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઈમિટેશનની રાખડી બનાવવાનું કામ કરવામાં આવે છે અને આ રાખડી દેશના જુદાં-જુદાં રાજ્યમાં મોકલાવવામાં આવે છે. એક દિવસના તહેવારની ઉજવણી માટે ટંકારા તાલુકાની મહિલાઓને બાર મહિના રોજગારી મળે છે અને 12 હજાર કરતાં વધુ બહેનોને રાખડીના કામ થકી રોજગારી મળી રહી છે. આ વર્ષે રાખડીની માગમાં 15 ટકાથી વધુનો ઘટાડો
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનનું ભારતમાં ખૂબ જ મહત્ત્વ છે અને ભારતીય સંસ્કૃતિનું ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન છે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે. રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વહાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડિઝાઈનો આવતી હોય છે, જેમાં ખાસ કરીને મેટલની અને ડાયમંડવાળી રાખડીઓ આવે છે. તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં છેલ્લાં ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે રાખડીની માગમાં 15 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવું યસવી રાખડી નામથી ઉત્પાદન કરતાં સુરેશભાઇ ગડારા પાસેથી જાણવા મળ્યું હતું. 12 હજાર બહેનો ઘરેબેઠાં જ રોજગારી મેળવે છે
ટંકારા તાલુકાનાં જુદાં-જુદાં ગામોમાં મહિલાઓ દ્વારા જે રાખડીઓ બનાવવામાં આવે છે તેને દેશના પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મુંબઈ, એમપી, પંજાબ સહિતનાં રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે. દેશભરમાં એક દિવસના તહેવાર રક્ષાબંધનની ઉજવણી માટે જે રાખડીઓ વેચાતી હોય છે. તેનું ટંકારા તાલુકાનાં ટંકારા, કલ્યાણપર, સવાડી, સરાયા, હરાબટિયાળી સહિતનાં જુદાં-જુદાં ગામોમાં 15 ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને સીધી કે આડકતરી રીતે રાખડી બનાવવાનું કામ ગૃહઉદ્યોગની જેમ કરવામાં આવે છે. જેથી કરીને 12 હજાર જેટલાં બહેનોને ઘરેબેઠાં જ રોજગારી મળી રહે છે. રાખડી બનાવતા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 35 કરોડ
ગત વર્ષે રાખડીની જે માગ હતી તેમાં ચાલુ વર્ષે મંદીની અસરના લીધે લગભગ 15 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો હવે બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી રહ્યા છે, ત્યારે મોંઘી રાખડી લેવાના બદલે સસ્તી રાખડીની ખરીદી બહેનો દ્વારા કરવામાં આવે છે. આ માટે મેટલની રાખડીની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ટંકારા તાલુકામાં રાખડી બનાવતા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 35 કરોડ જેટલું છે તેવું ઉત્પાદકો પાસેથી જાણવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે, ટંકારા તાલુકાનાં જુદાં જુદાં ગામોમાં મહિલાઓ દ્વારા ઘરે બેસીને બારે મહિના ગૃહઉદ્યોગની જેમ જે અવનવી રાખડી બનાવે છે. તેમાં એક કે બે નહીં પરંતુ 300 જેટલી ડિઝાઇન બનાવવામાં આવે છે અને જુદાં-જુદાં રાજ્યમાં જુદા જુદા પ્રકારની રાખડીની માગ રહેતી હોય છે અને ચાલુ વર્ષની વાત કરીએ તો અયોધ્યામાં રામમંદિર બનાવવામાં આવ્યું છે. જેથી કરીને રામને લગતી રાખડીઓની માગ વધુ જોવા મળી રહી છે. 11 મહિના સુધી રાખડી બનાવવાનું કામ ચાલે
એવું કહેવાય છે કે, રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે, હૃદયની ઊર્મિઓ છે અને દરેક બહેન ભાઇનું દીર્ધાયુ ઇચ્છતી હોય છે. માટે તેના જમણા હાથના કાંડે રાખડી બાંધે છે. જો કે, એક જ દિવસે ચોક્કસ કલાકો દરમિયાનના શુભ ચોઘડિયા વખતે પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી કરોડો બહેનો માટે ટંકારા પંથકમાં હાજર બહેનો મેટલ અને ડાયમંડની રાખડી બનાવવા માટેનું કામ એક કે બે દિવસ અથવા તો મહિના નહિ પરંતુ, 11 મહિના સુધી કામ કરતી હોય છે. ત્યારે દેશભરમાં મેટલ અને ડાયમંડની રાખડીઓ બહેનો પોતાના ભાઈને બાંધે છે. મેટલ અને ડાયમંડની રાખડીમાં ટંકારાનો દબદબો
આજે મેટલ અને ડાયમંડની રાખડી માટે સમગ્ર ભારત દેશની અંદર ટંકારાને હબ ગણવામાં આવે છે. જો કે, સ્થાનિક રાખડીના ઉત્પાદકો પાસેથી મળતી વિગત પ્રમાણે વર્ષ 1995થી વર્ષ 2010 સુધીના સમયગાળામાં એટલે કે 15 વર્ષ સુધી રાજકોટના સોની વેપારીઓ દ્વારા તેઓના ડાયમંડવાળા દાગીના જેમાં બુટ્ટી, સેટ, બ્રેસલેટ વગેરેમાં ડાયમંડ લગાવવાની જે કામગીરી કરવાની હોય છે તે કામ ટંકારાના વેપારીઓને આપવામાં આવતું હતું અને ત્યારે ટંકારાના વેપારીઓ દ્વારા સોના-ચાંદીના દાગીનામાં ડાયમંડ લગાવવાની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવતી હતી. ત્યાર પછી ધીમે ધીમે ઈમિટેશન અને હવે મેટલ અને ડાયમંડની રાખડીમાં ટંકારા પંથકનો દબદબો જોવા મળી રહ્યો છે દોઢથી લઈને 100 રૂપિયા સુધીની રાખડી જોવા મળે
ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવી હોય તો રાખડી તમારે લેવી જ પડે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે ટંકારા પંથકમાં જે ડાયમંડ અને મેટલની રાખડીનું ઉત્પાદન કરવામાં આવે છે તેની કિંમતની જો વાત કરીએ તો અહીંના ઉત્પાદકો દ્વારા દોઢ રૂપિયાથી લઈને 100 રૂપિયાની કિંમત સુધીની રાખડી બનાવવામાં આવે છે. તેઓ રક્ષાબંધનનું પર્વ ઉજવાઈ જાય ત્યાર પછી એક મહિના બાદ તેઓના હોલસેલના વેપારીઓ પાસે જઇને ઓર્ડર લેતા હોય છે અને હોલસેલના વેપારીઓ પાસેથી ઓર્ડર લીધા બાદ તેઓ નવા વર્ષ માટે રાખડી બનાવવાની કામગીરી શરૂ કરી દેતા હોય છે. દોઢ રૂપિયામાં જે રાખડી ટંકારાના ઉત્પાદકો દ્વારા હોલસેલરોને આપવામાં આવે છે તે રાખડી ઉપર હોલસેલરો, રિટેલરો અને ફેરિયાઓનાં કમિશન લાગતા તે આજની તારીખે 20થી 25 રૂપિયાના ભાવથી માર્કેટમાં વેચાતી હોય છે. રાખડીના ઉત્પાદનનો ટંકારામાં ઉદય ક્યારથી થયો?
વર્ષોથી સોના-ચાંદીના દાગીના અને ઇમિટેશનનાં ઘરેણાં બનાવવાની કળા ટંકારાના લોકોમાં હતી અને ત્યાર બાદ જ્યારે ઇમિટેશનના વેપારીઓ પાસે અહીંના ઉત્પાદકો તેમના માલના વેચાણ કરવા માટે થઈને જતા હતા. ત્યારે તેઓને જાણવા મળતું હતું કે. ઈમિટેશનમાં જે રીતે મટીરિયલનો ઉપયોગ થાય છે. તેવા જ મટીરિયલનો ઉપયોગ કરીને જો મેટલ અને ડાયમંડની રાખડી બનાવવામાં આવે તો તેની પણ ડિમાન્ડ સારી એવી રહે તેમ છે. જેથી કરીને વર્ષ 2015ની આસપાસમાં ટંકારાના ઉત્પાદકો દ્વારા મેટલ અને ડાયમંડની રાખડી બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે અંદાજે નવ વર્ષ જેટલા સમયગાળામાં ભારતનાં મોટાભાગનાં રાજ્યોની અંદર ટંકારા પંથકમાં બનેલી મેટલ અને ડાયમંડની રાખડીઓની સપ્લાય કરવામાં આવી રહી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે આજની તારીખે ટંકારા પંથકની મેરેબલ, રોલ ડાયમંડ અને બ્રેસલેટ રાખડીઓની માંગ સમગ્ર ભારત દેશનાં રાજ્યોની અંદર રહેતી હોય છે. 1500થી વધુ ડિઝાઇનમાં બને છે રાખડી
ટંકારાના ઉત્પાદકો દ્વારા પોતાના ગ્રાહકોને સારામાં સારી રાખડીઓ આપવા માટે થઈને દર વર્ષે પોતાની જે મેટલ અને ડાયમંડની રાખડી માટેની ડિઝાઇનો હોય છે. તેમાં ફેરફાર કરીને સુધારા વધારા કરીને લોકોને જોવી અને લેવી ગમે તે પ્રકારની ડિઝાઇનો બનાવવામાં આવતી હોય છે. જોકે વર્ષ 2015થી શરૂ થયેલા રાખડીમાં ઉત્પાદકો દ્વારા પોતાની કોઠાસુઝ મુજબ નવી નવી ડિઝાઇનો બનાવવામાં આવતા આજની તારીખે એક કે બે નહીં પરંતુ 1500 જેટલી રાખડીની અવનવી ડિઝાઇનો તૈયાર કરવામાં આવી છે. તેના કેટલોગ લઇને તેઓ વેપારીઓ પાસે જાય છે અને જુદી જુદી ડિઝાઈન માટેના ઓર્ડર મેળવતા હોય છે અને ત્યાર બાદ મેટલ અને ડાયમંડની રાખડીઓ બનાવવા માટેનું કામ આખું વર્ષ કરવામાં આવે છે.


http://dlvr.it/TBmLFn

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv