વેરાવળ મા આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી સિંચાઇ વિભાગની 157 કરોડની વસુલાત છેલ્લા 26 વર્ષથી બાકી હોય અંતે ભરપાઈ કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એ પી કલસરિયાએ કહ્યું હતું કે વેરાવળમાં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરવામાં આવી છે. પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ બે ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી અંતે સમાધાન થયું હતું.ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળ દ્વારા તેમના ઔદ્યોગિક એકમોને હિરણ બે જળાશય માંથી ઉદ્યોગને લગતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું જેમાં વર્ષ 1999 થી લઈને 2024 સુધી કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હતું પરંતુ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને પરત મોકલવામાં આવતુ હતુ.
http://dlvr.it/TBhHhx
http://dlvr.it/TBhHhx
Comments
Post a Comment