ગાંધીધામના નરેશચંદ્ર ગોપાલજી ગઢવીએ મેડીકલેઈમ પોલીસી ધી નેશનલ ઈન્શ્યોરન્સ કં. લી. પાસેથી લીધી હતી. પોલીસીના સમયગાળા દરમ્યાન છાતીનો દુઃખાવો થતાં ડો.મોરખીયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને ઓપરેશન કરાવાયું હતું જેનો રૂ.1,49,890 ખર્ચ થયો હતો. ફરીયાદીએ વીમા કંપની પાસે ક્લેઈમ નોંધાવી જરૂરી આધારો સાથે કલેઈમ ફોર્મ ભર્યું હતું. વીમા કંપની તરફથી ક્લેઈમની રકમ ચૂકવવામાં ન આવતા નાછૂટકે ફરિયાદીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરીયાદ અરજી કરી હતી. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ધી નેશનલ ઈન્સ્યુરન્સ ફાં.લી. સામે હુકમ કરી કર્યો હતો.જિલ્લા કમિશનના હુકમથી નારાજ થઈ વીમા કંપનીએ નામદાર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજ સમક્ષ રીવ્યુ અરજી દાખલ કરી અને તેમાં ફરીયાદી પક્ષે વિગતવાર જવાબ રજૂ કરવામાં આવેલ તેને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીની રીવ્યુ અરજી પત્ર નામંજૂર કરી , તો ફોરમના રીવ્યુ અરજીના હુકમથી નારાજ થઈને વીમા કંપની દ્વારા રાજય કમિશન સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ ફરીયાદી તરફે લેખિત રજુઆતને ઘ્યાનમાં લઇ રાજય કમિશને ફરીયાદીને બાકી રહેતી રકમ રૂ.49,890 વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી પક્ષે ભુજના ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠકકર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતાં.
http://dlvr.it/TBmBTT
http://dlvr.it/TBmBTT
Comments
Post a Comment