ખુશ્બુદાર ફૂલની ખેતી કરતા ખેડૂત:સ્પાઈડર લીલીનું ઉત્પાદન કરી વર્ષે કરે છે લાખોની કમાણી, એકવાર વાવેતર કર્યા બાદ 10થી 15 વર્ષ સુધી મળતા રહે છે ફૂલ
મહેસાણા જિલ્લાના કોચવા ગામે સ્પાઈડર લીલી નામના ફૂલનું ઉત્પાદન થાય છે. અહીંયા બે થી ત્રણ એવા સફળ ખેડૂતો છે જે સ્પાઈડર લીલીનુx વાવેતર કરે છે, સ્પાઈડર લીલી એ વધારે પાણીમાં થતો પાક છે. જે બારેમાસ ઉત્પાદન આપતું હોય છે અને જેમાંથી કમાણી પણ સારી થતી હોય છે. આ ગામમાં થાય છે સ્પાઇડર લીલી ફૂલની ખેતી
મહેસાણા જિલ્લામાં વિવિધ ગામો છે જે પોતાની અલગ અલગ ખેતી માટે વખણાતા હોય છે.આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં આગળ સ્પાઈડર લીલી નામક ફૂલની ખેતી થાય છે. ગામમાં આ ખેતી કરતા બે થી ત્રણ સફળ ખેડૂતો છે પરંતુ સમગ્ર મહેસાણામાં આ ફૂલની ખેતી કરતા ખેડૂતો આ ગામમાં છે. મહેસાણા જિલ્લાના કોચવા ગામના સ્પાઈડર લીલીની સફળ ખેતી કરતા ખેડૂત વિજયભાઈ અંબાલાલ બારોટ છેલ્લા ઘણા વર્ષોથી સ્પાઇડર લીલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ સ્પાઈડર લીલીની ખેતી વિશે જણાવતા કહ્યું કે આ પાક એ બારેમાસ ઉત્પાદન આપતો ફૂલનો પાક છે જે ખાસ કરીને વધારે પાણી હોય ત્યાં થતી હોય છે, એક વીઘામાં એક વર્ષે 35 હજાર જુડી ફૂલ નું ઉત્પાદન આપે છે, અને ખર્ચમાં અન્ય કોઈ ખર્ચ આવતો નથી . આ ખેતીને પાણીની જરૂરિયાત સામાન્ય ખેતી કરતાં વધારે રહેતી હોય છે. અમારા વિસ્તારમાં આ નવી ખેતી છે-ખેડૂત
વિજય ભાઈ અંબાલાલ બારોટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સ્પાઇડર લીલી અમારા વિસ્તારમાં નવી ખેતી છે.બીજા કોઈ ખેડૂતો વિશેષ માત્રામાં આ ખેતી કરતા નથી.આનો ધરું અમે બોરસદથી લાવેલા છીએ.વાવણી કર્યા બાદ ત્રણ વર્ષ સુધી માવજત કર્યા પછી ઉત્પાદન આપે છે. ઉત્પાદન આપવાના બે વર્ષ બાદ જે ફૂલ માલ આવે જેને યુવાની કહેવાય એ આવતી હોય છે. છેલ્લા 25 વર્ષથી સ્પાઇડર લીલી ફુલનું ઉત્પાદન કરે છે
અમે છેલ્લા 25 વર્ષથી સ્પાઇડ લીલીની ખેતી કરીયે છીએ. 2 ખેતરોમાં થઈ કુલ ચાર વિઘામાં ખેતી કરવામાં આવે છે.વધુમાં દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે શરૂઆતમાં ખૂબ ઓછું ઉત્પાદન આપતું હોઈ છે.જ્યારે એની યુવાની અવસ્થા ચાલુ થાય ત્યારે એટલે વિધે 35 થી 40 હજાર ઝુડી જેવું ઉત્પાદન આપતી હોય છે.ખર્ચમાં ફૂલ વિણવાનો ખર્ચ પડે,પાણી ખર્ચ,ફૂલ બચાવવા જે દવા આવતી હોય એ ખર્ચ પડે વધુ પડતો પાણી અને છાણીયા ખાતરનો ખર્ચ પડતો હોય. એક ફૂલની જુડી વ્યાપારીને 5 રૂપિયે વેચાણ આપે છે
અમે એક ફૂલની ઝુડી વ્યાપારીને 5 રૂપિયે આપતા હોઈએ છીએ.અંદાજે વિધે પોણા બે લાખ રૂપિયાનો ફુલોનો વેપાર થાય છે.અહીંયા ઉત્પાદન થતા ફૂલ મહેસાણામા ફુલોના વ્યાપારીને આપવામાં આવે છે.મને ખ્યાલ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં બીજા કોઈ મોટા ખેડૂત આવી ખેતી કરતા નથી.આમારા ગામમાં અમારા સિવાય બીજા એક બે નાના ખેડૂત છે. એક વાર ઉગાડયા બાદ 10 વર્ષ સુધી ઉત્પાદન આપે છે
આમ તો રોજે રોજ ઉતરતી ફૂલ આવે છે.પણ જ્યારે વાદળછાયું વાતાવરણ હોઈ ત્યારે ફૂલ ઓછા આવતા હોય છે. વધુમાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સ્પાઇડર લીલીની ખેતી વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.દર સાલ કટીંગ કરવામાં આવતું હોય છે.દિવાળી ટાઈમે સ્પાઇડર લીલીના તમામ પત્તા કાપી દેવામાં આવે છે.વર્ષમાં એક વખત આ પાકની ફરતે સફાઈ કરવી જ પડે છે. આ ફુલનો ઉપયોગ હાર બનાવવામાં થાય છે
આપડે ફૂલ હારની દુકાનોમાં ગુલાબના મોટા હાર જોતા હોઈએ છીએ એ ગુલાબના હારની વચ્ચે કેટલાક સફેદ ફૂલો લગાવેલા હોઈ છે એને સ્પાઇડર લીલી ફૂલ તરીકે ઓળખવામાં આવે છે.આ સફેદ સ્પાઇડર લીલી ફૂલ ગુલાબના હારોમાં લગાવવાથી એની શોભામાં વધારો થાય છે.જેના કારણે ફુલોના વ્યાપારીઓના ત્યાં ઢગલા બંધ સ્પાઇડર લીલીના ફૂલો જોવા મળે છે
http://dlvr.it/TBmjBS

Comments
Post a Comment