Skip to main content

ભાડૂઆતે રડાવ્યા, પોલીસે હસાવ્યા:સુરતમાં ‘થાય એ કરી લો’ કહી ભાડૂઆત દુકાન ખાલી ન કરતો, કાકા CP આગળ રડ્યા, 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતાં ખુશખુશાલ

સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો ભાડૂઆત સોંપતો નહોતો, જેથી લોક દરબારમાં દુકાનમાલિકે રડતા રડતા પોલીસ કમિશનરને રજૂઆત કરતાં સરથાણા પોલીસે ત્રણ જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો, આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. CP આગળ દુકાનમાલિક અચાનક રડવા લાગ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી. લોક દરબારમાં વાલક પાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેનો પુત્ર બંને ગયા હતા. જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે, થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા તેમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો. પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં ભાડુઆત દુકાન ખાલી કરતો ન હતો. દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી નહોતી
ભાડૂઆત દુકાનમાલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. દુકાનમાલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતાં ત્યારે ધમકાવતા હતા. મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ તેવું કહેવામાં આવતું હતું. આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને જે પોલીસમાં જાવું હોય ત્યાં જવાનું પણ કહેતા હતા. જેથી દુકાનમાલિક ખૂબ જ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી ન હતી. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી
અશોકભાઈએ જણાવ્યું હતું કે, હું સરથાના વિસ્તારમાં હેર સલૂન ચલાવી રહ્યો છે. 8 મહિના પહેલાં તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે તે દુકાનનો ભાડૂઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો. આ સાથે ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી. જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે. એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે. ત્રણ જ દિવસમાં દુકાન ખાલી કરાવી
દુકાનમાલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આપ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. સુરત પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન
વ્યાજખોરોનો ત્રાસ સતતને સતત વધી રહ્યો છે તેવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી, ડીસીપી અને પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર હોય છે. જે-તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અત્યારસુધી અનેક લોકોને પોતાની ચીજવસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગાર્યા છે.


http://dlvr.it/TBR6sH

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6