Skip to main content

ભાટિયા-રાવલની ખાસ મુલાકાત લેતાં સાંસદ તથા કૃષિમંત્રી:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને કૃષિમંત્રીએ નુકસાન અંગે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી

દ્વારકા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનની માહિતી મેળવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરી, પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છંટકાવ, ચાંદીપુરા વાઈરસ અંગેની પરિસ્થિતિની વિગતોથી અવગત થઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં પાક નુકસાન સર્વેની ચાલી રહેલી કામગીરીની સમિક્ષા કરી હતી. સરવેની કામગીરી માટે વધારાની ટીમો ફાળવી સત્વરે સર્વે પૂર્ણ કરવા તાકિદ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વરસાદે કરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં વૃક્ષારોપણ અભિયાનને વધુ સઘન બનાવવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, સાથે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ રાવલ ગામે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ,ધારાસભ્ય પબુભા માણેક, સાંસદ પૂનમબેન માડમ સાથે જિલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન સમાજ વાડી ખાતે સ્થાનિક પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે બેઠક દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિને લીધે ખેતીમાં થયેલા નુકસાન વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત, સ્થાનિક પ્રશ્નો વિશે ગ્રામજનોની રજૂઆત સાંભળીને ચર્ચા કરી હતી. સાથે આ ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.


http://dlvr.it/TBVgDH

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6