મહેસાણામાં મિત્રની સમાધાનની બાબતમાં ગયેલા યુવક પાસે રિક્ષા લઈને આવેલા અન્ય મિત્રોએ રિક્ષાનું ભાડું માગી છરાથી કરેલા હુમલામાં યુવકનો અંગૂઠો કપાઈ ગયો હતો. લટકી રહેલા અંગૂઠાને જોઈન્ટ કરવા પ્લાસ્ટિક સર્જરી કરાઈ હતી. ઇજાગ્રસ્ત યુવકે હુમલો કરનાર દેલા વસાહતના બે શખ્સો સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. માનવ આશ્રમ ચોકડી નજીક સંકેતનગર સોસાયટીમાં રહેતો અરમાન અજીતભાઈ લીડીયા (ભીલ) નામનો વિદ્યાર્થી શનિવારે સોસાયટીમાં રહેતા તેના મિત્ર પ્રિન્સ રાણા સાથે અન્ય એક મિત્રને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બાબતે સમાધાન કરવાનું હોઇ કરણ ભાટીનું બાઈક લઈ ત્રણે જણા ગોલ્ડન વિલા આગળ આવ્યા હતા. થોડીવાર પછી સાહિલ આવતાં કરણ અને બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલેલી સ્ટોરી બાબતે માફી માગી સમાધાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ વાતચીત કરતા હતા, ત્યારે સાહિલના મિત્રો રિક્ષા લઈને આવ્યા હતા અને દેલા વસાહતના પરમાર જયેશ ઉર્ફે ટેણીએ અરમાન પાસે રિક્ષાનું ભાડું માગ્યું હતું. જેથી તેણે આ મેટર કરણ ભાટીની હતી તેમાં સમાધાન થયેલ છે તો તેની પાસે ભાડું માગવાનું કહેતાં જયેશે ઝઘડો કરી છરો મારતાં અરમાનના ડાબો હાથનો અંગૂઠો કપાઇને લટકી પડતાં અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. અરમાન ભીલે જયેશ ઉર્ફે ટેણી પરમાર અને સાહિલ સામે ફરિયાદ નોંધાવી હતી.
http://dlvr.it/TBXtp8
http://dlvr.it/TBXtp8
Comments
Post a Comment