દિવ્ય ભાસ્કરનો એમીનન્સ એવોર્ડ સમારોહ:ગિફ્ટ સિટી ખાતે ઉત્તર ગુજરાતના 34 ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું, અનેક મહાનુભવો હાજર રહ્યા
દિવ્ય ભાસ્કર દ્વારા આજ રોજ ઉત્તર ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત વિસ્તારના અને અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 34 ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તથા મહિલા કલાકાર કશિશ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમના હસ્તે તમામ મહાનુભાવોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કરના ત્રીજા સન્માન સમારંભમાં હાજર રહી અને ધન્યતા એટલે અનુભવી રહ્યા છે કેમ કે ભાસ્કર એવા લોકોનું સન્માન કરે છે જે મહેનત કરીને આગળ આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જેણે શ્રેષ્ઠ કર્મ કર્યા છે એ વાત હંમેશા યાદ રહે છે. ત્યાગીને ભોગવવાની સંસ્કૃતિના આપણે વાહક છીએ ત્યારે આજે સિદ્ધિ મેળવનારા લોકોએ કંઈક ગુમાવી અને સફળતા મેળવી હશે. શાળાના પ્રસંગ ને યાદ કરતાં તેમણે કહ્યું કે, શાળામાં લીંબુ ચમચીની રમતમાં રસ્તામાં વચ્ચે લીંબુ પડે નહિ તેની તકેદારી રાખતા હતા. આજના જીવનમાં આજે આખો દિવસ મહેનત કરીએ છીએ ત્યારે રાત્રે આપણને શાંતિ મળે છે ખરી ? એ જ વાસ્તવિક શિક્ષણ છે. દિવ્ય ભાસ્કરે પણ એક બંધન સ્વીકાર્યું છે અને ગુણવત્તાયુક્ત સમાચાર આપે છે. પોઝિટિવ સમાચાર આપે છે. દીકરો એના દાદીને કિનારો ઓળંગાવતો હોય એવા સમાચાર બનવા જોઈએ. આવા સમાચાર દિવ્ય ભાસ્કર લોકોને આપે છે તેમ તેમણે જણાવ્યું હતું. પાનસેરિયાએ કહ્યું કે, સુરતમાં અગ્રવાલજી આવ્યા હતા અને દિવ્ય ભાસ્કરની પ્રથમ મિટીંગ હતી. મારી ન્યુઝ પેપર એજન્સી હતી. મારી પાસે ટુ વ્હીલર હતું. એ સમયથી હું સતત દિવ્ય ભાસ્કરના સંપર્કમાં છું. 3 થી 4 વખત અગ્રવાલજીને મળ્યો છું. ભાસ્કર એનું કર્તવ્ય નિભાવે છે અને આ વીરલાઓનું સન્માન કરે છે એ બહુ આનંદની વાત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રવચનના અંતમાં તેમણે કહ્યું કે, જેને સુખી થવું છે એને માન - અપમાન, વેરી અને દુશ્મન પણ આવ્યા જ કરશે પરંતુ આ સમ છે. આ સન્માન કાર્યક્રમમાં મહિલા કલાકાર કશીષ રાઠોડ પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાસ્કર આજે સોશિયલ મીડિયા હોવા છતાં પણ સુસંગત છે. ભાસ્કરના સમાચાર ને જ હકીકત માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે પોતાની હાલમાં ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ આકાશવાણી જોવા માટે કાર્યક્રમમાં હાજર લોકોને અપીલ કરી હતી. આજના આ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરના સી.ઓ.ઓ. સંજીવ ચૌહાણ તેમજ ઉત્તર ગુજરાતના ભાસ્કર એડિટર દેવેન્દ્ર તરકસ તથા દિવ્ય ભાસ્કરની ટીમ હાજર રહી હતી.
http://dlvr.it/TBbv9B
http://dlvr.it/TBbv9B
Comments
Post a Comment