Skip to main content

સોમનાથ મહાદેવને કેસરીયા પુષ્પ શ્રૃંગાર:શ્રાવણ શુક્લ બીજ પર 165 કિલો કેસરીયા ફૂલથી સોમનાથ મહાદેવનો ભવ્ય શૃંગાર કરાયો

સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે શુક્લ દ્વિતીયાની તિથિ પર કેસરી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારીઓ દ્વારા 165 કિલો કેસરીયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને કેસરી પુષ્પથી શ્રૃંગાર કરવા ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. કેસરી પુષ્પ ભગવાન શિવને પ્રિય છે અને મહાદેવને કેસરીયા ફૂલ ચઢાવવાથી ભક્તોને ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કેસરી પુષ્પનો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે. સાથે કેસરી પુષ્પમાં ઔષધીય ગુણો પણ હોય છે. સોમનાથ મહાદેવનો કેસરીયા પુષ્પ શણગાર વિશેષ પ્રસંગો પર કરવામાં આવે છે. કેસરિયો રંગ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે. ત્યારે સોમનાથ મહાદેવના કેસરીયા શૃંગારના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.


http://dlvr.it/TBZbYD

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6