Skip to main content

BJP સાંસદની કંપનીની જ ઓફિસ ફાયર NOC વિનાની:MP રામ મોકરિયાની ઓફિસને ફાયર વિભાગની નોટિસ, સાંસદે ફાયર સેફટી ઇન્સ્ટોલેશન માટે બાંયધરી આપી

રાજકોટ શહેરમા યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં જુલાઈના મધ્યમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે બાદ ફાયર વિભાગે તપાસ કરતા આ ઓફિસમાં ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. નિયમ મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં 9 મીટરથી વધુ ઊંચાઈ હોય તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત હોય છે. પરંતુ અહીં ફાયર સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં નોટિસ મળ્યાના એક સપ્તાહની અંદર ફાયર સિસ્ટમ અંગે કાર્યવાહી કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવા સુધીની જોગવાઇ છે. જો કે સાંસદ મોકરિયા દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા અંગે બાયંધરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન ખાતે થયેલ અગ્નિકાંડ બાદ મનપા એક્શનમાં આવી ફાયર એન.ઓ.સી. મામલે થોકબંધ નોટિસો ફટકારી બિલ્ડીંગો, ગોડાઉનો સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ વિસ્તરમાં આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની ઓફિસ કે જયાં તેઓ પોતે પણ બેસે છે તે મારૂતિ કુરિયરના કોર્પોરેટ હાઉસને પણ નોટિસ ફટકારવામાં આવી છે. મારુતિ કુરિયરને ફાયર વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવી છે: ફાયર ઓફિસર
આ અંગે રાજકોટ મનપાના ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, ગત જુલાઈ મહિના દરમિયાન રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ મારુતિ કુરિયરના ઓફિસમાં એક પાર્સલની અંદર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ તેમના કર્મચારીઓ દ્વારા આ આગ અગ્નિશામક સાધનો વડે બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાં ફાયર કોલ મળતા અમારી એક ગાડી પણ મોકલવામાં આવી હતી. આ પછી તપાસ કરતા ત્યાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. નિયમ મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ રાખવી જરૂરી છે. જ્યારે મારુતિ કુરિયર ખાતે કોર્પોરેટ હાઉસમાં ફાયર સિસ્ટમ અને ફાયર NOC ન હોવાનું સામે આવતા ફાયર વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. નિયમ મુજબ નોટિસ મળ્યાના એક સપ્તાહની અંદર ફાયર સિસ્ટમ માટે કામગીરી કરવી ફરજિયાત હોય છે અને આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવતા તેમના દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની બાહેંધરી પણ આપવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલેશન કામગીરી શરૂ કરવામાં આવી નથી. મોકરિયાએ ફાયર શાખા પર મોકરિયાએ અગાઉ લાંચનો આક્ષેપ કરેલો
આ પહેલા રાજકોટ અગ્નિકાંડ સમયે સાંસદ રામ મોકરીયાએ ફાયર શાખાના તત્કાલીન ડે. ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે રૂ.70,000ની લાંચ માગ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પાછળથી આ રકમ પરત પણ આપી હોવાનું જણાવ્યું હતું. જો કે જુલાઈ મહિનામાં આગ લાગતા સાંસદની પણ પોલ છતી થઈ છે. આજ સુધી રાજ્યસભાના સાંસદનું કાર્યાલય અને તેમની કુરિયર ઓફિસનું કોર્પોરેટ હાઉસ પણ ફાયર NOC વગર ચાલતું હતું. જો કે હવે સાત દિવસના સમયમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવામાં આવશે કે પછી સાંસદ હોવાથી તેમને અલગથી સમય આપવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે. રાજકોટ અગ્નિકાંડમાં 27 જિંદગી ભડથું થઈ હતી
રાજકોટ શહેરના નાના મવા રોડ પર માર્ચ 2021થી TRP ગેમ ઝોન કાર્યરત હતો, હતો શબ્દ એટલા માટે ઉપયોગ કરવો પડે કારણ કે આજથી બરાબર એક મહિના પૂર્વે 25 મે 2024ના રોજ સાંજના 5.30 વાગ્યા આસપાસ આ ગેમ ઝોનમાં ચાલુ વેલ્ડિંગ કામનો તણખો નીચે પડ્યો અને આગ શરૂ થઇ હતી. આ આગે માત્ર ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 27 લોકોને ભરખી ગઈ હતી. કોણ છે રામ મોકરિયા?
રામભાઇનો જન્મ પોરબંદર જિલ્લાના નાના એવા ભડ ગામમાં 1 જૂન 1957માં થયો હતો. રામભાઇના પરિવારમાં બે ભાઇ અને માતા-પિતા ખેતી કરતા હતા. સાઇકલ પર કુરિયર પીકઅપથી માંડીને ડિલિવરી સુધીના તમામ કામ રામભાઇ કરતા હતા. શરૂઆતમાં છ મહિના રામભાઇએ પોતે જ તમામ જવાબદારી સંભાળી હતી. રોજ પોરબંદરથી પીકઅપ બાદ રાજકોટ સુધી ટ્રાવેલ કરી કુરિયર પહોંચાડતા હતા. છ મહિના બાદ કોલેજમાં સાથે અભ્યાસ કરતા મિત્રો મારૂતિ કુરિયરમાં જોડાયા હતા. મારૂતિ કુરિયરની ભારતભરમાં 1848 બ્રાન્ચ છે. નાનપણથી જ પોતાનો ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો હતો. 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે. 175 રૂપિયાના પગારે નોકરી કરી બી.એ.નો અભ્યાસ કર્યો
175 રૂપિયાના પગારે નોકરી કરવાની સાથે બી.એ.નો અભ્યાસ કરી એલએલબીનો અભ્યાસ કર્યો. 1980માં જૂનાગઢમાં ભાગીદારીમાં ટ્રાવેલ્સ અને ઝેરોક્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. 1983માં પોરબંદરમાં પૂર આવતાં તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. પૂરના કારણે 720 રૂપિયાની સરકારી સહાય મળી હતી. આ પૈસાથી ફરી રાણાવાવમાં ધંધો શરૂ કર્યો હતો.1985માં ભાગીદારી છૂટી કરીને મારૂતી ટ્રાવેલ-કાર્ગો નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. આ સમયગાળામાં હીરા-સોના અને રોકડ રૂપિયાની સર્વિસ આપતા આંગડિયા સ્વીકારતા નહોતા. 42 વર્ષથી ભાજપના કાર્યકર છે રામભાઈ
રામભાઈ મોકરિયા સંઘના કારણે ભાજપના કાર્યકર રહ્યા. એ 42 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું નિધન થતાં આ સીટ પર પેટા ચૂંટણી થઈ હતી. પાર્ટીએ રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરિયાને ટિકિટ આપી હતી.


http://dlvr.it/TBhnTN

Comments

Popular posts from this blog

પ્રોપર્ટી રીટર્નનું ડિકલેરેશન ફોર્મ:AMC ક્લાસ-1 અને 2 અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં મિલકતોની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે

http://dlvr.it/T0YdLn

રાજકોટ મનપાનું ચેકિંગ યથાવત:ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાના વધુ 18 સંકુલો સીલ, 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી

રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મનપાની ફાયર, ટીપી, બાંધકામ, વોર્ડ ઓફિસર અને એન્જિ. સહિતની ટીમો તમામ 18 વોર્ડમાં આવેલી આવી મિલકતોની તપાસ કરી રહી છે. આજે સતત ત્રીજા દિવસે કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડ્રાઇવ ચાલુ રહેતા શહેરનાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ, જાણીતી હોસ્પિટલ સહિતના 18 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફટી અને બીયુ વગરની 12 શૈક્ષણિક સંસ્થામાં બેદરકારી મળી આવી હતી. તેમજ દવાખાના અને રેસ્ટોરન્ટમાં પણ બેદરકારી જોવા મળતા નોટિસો ફટકારવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 106 બિલ્ડિંગ સીલ પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 45 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસમાં અને આજે બપોર સુધીમાં કુલ 106 જેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે. આજની કાર્યવાહીમાં વોર્ડ નં. 9ના રૈયા રોડની સેલસ હોસ્પિટલ, વોર્ડ નં. 11ના નાના મવા રોડ લાગુ ધોળકીયા અને પાઠક સહિતની 12 સ્કૂલનો પણ સમાવેશ થાય છે. જો કે, મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી વચ્ચે આ બિલ્ડિંગ ફરી ક્યારે ખોલવા, કઇ રીતે મંજૂરી કે એનઓસી રિન્યૂ કરવા સહિતની કોઇ સીધી અમલવારી થાય તેવી ગાઇડલાઇન ન હોય, આવા તમામ સંકુલોના સંચાલકો હાલમાં ચિંતામાં મુકા...

પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા:સામરખાના માથાભારે શખ્સે પત્નીને ઝેરી ઈન્જેકશન આપી બેભાન કર્યા બાદ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

http://dlvr.it/T0lJMv