તંત્ર દ્વારા બુલડોઝર ચલાવાયું:ઓડદર ગામે વૃક્ષ વાવવા આપેલી જમીનનો દુરૂપયોગ થતાં તંત્ર દ્વારા બુલડોઝર ચલાવાયું
પોરબંદરના ઓડદર ગામે વૃક્ષ વાવવા આપેલી જમીનનો દુરુપયોગ થતો હોય તંત્ર દ્વારા બુલડોઝર ચલાવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા લીઝ પર આપેલી જમીન પર રેસ્ટોરન્ટ બનાવી દેવાયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઓડદર ગામના સરકારી પડતર સર્વે નંબર 2211 (જુના સ. નં. 1283/પૈકી/7 પૈકી) ની જમીનમાંથી 1 હેકટર જમીન ભગવાનજીભાઈ ટાભાભાઈ વાજાને વૃક્ષોનું વાવેતર કરવા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ હતી. જે જમીનમાં પટ્ટેદાર દ્વારા હુકમની શરતો મુજબ પૂરતી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ન હતું. તેમજ જમીન જે હેતુ માટે આપવામાં આવી હતી તે મુજબ ઉપયોગ ન કરીને આ જમીનમાં પરવાનગી વિના રેસ્ટોરન્ટ બનાવી દેવાયું હતું. આમ વૃક્ષ વાવવા માટે આપેલી જમીનનો વાણિજ્યિક ઉપયોગ કરેલ હોવાથી કલેકટર દ્વારા આ જમીન પર બુલડોઝર ચલાવી ડીમોલીશન કરવાનો હુકમ કરાયો હતો. જે અંતર્ગત આજે પોરબંદરના કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદારની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ દુર કરી અંદાજીત રૂ. 1.5 કરોડની જમીનનો કબજો સરકાર વતી સંભાળી લેવામાં આવ્યો હતો.
http://dlvr.it/TBNWcN
http://dlvr.it/TBNWcN
Comments
Post a Comment