Skip to main content

ગારા-કિચ્ચડનું સામ્રાજ્ય:ગારા-કીચડ અને પાણી વચ્ચે એસટી વર્કશોપ!

ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર શહેરના મધ્યમાં આવેલા એસટી ડેપોમાં દરરોજ હજારો મુસાફરો આવ-જા કરે છે. ત્યારે એસટી બસ ડેપોની પાછળ જ આવેલા વર્કશોપમાં જાળવણીના અભાવે ગારા-કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અહીં બસ ડ્રાઈવરો બસના નાના મોટા કામ કરાવવા આવે છે પરંતુ ચોતરફે પાણી અને ગારા-કિચ્ચડ હોવાથી બસ ક્યા ઉભી રાખવી તેમજ કેમ ઉતરવું તે મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન દર ચોમાસે સર્જાય છે પરંતુ એસટીના સત્તાવાળાઓને આની કંઈ પડી નથી! જામનગર શહેરમાં હાલ વરસાદી માહોલની વચ્ચે વરસાદથી થતી ગંદકી તેમજ ગારા-કિચ્ચડ જોવા હોય તો જામનગર એસટી સ્ટેન્ડની મુલાકાત લેવી પડે. અહીં ગારા-કિચ્ચડ અને પાણીની ભયંકર સમસ્યા હોવા છતાં સત્તાવાળાઓના પેટનું પાણી હલતું નથી. આનો ભોગ બસના ડ્રાઈવરો બની રહ્યા છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલ એસ.ટી. વર્કશોપમાં ફેલાયેલ ગંદકી, ગારો-કીચડ કે ભરાયેલા પાણી કોઈને દેખાતા નથી ? અત્યારે જામનગર શહેરમાં પાણી જન્ય રોગચાળો ફેલાયો છે, માખી-મચ્છર -જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે શહેરની વચ્ચે આવેલ એસ.ટી. વર્કશોપ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવા માટે નિમિત્ત બની રહ્યું હોય તેમ જણાય છે. એસ.ટી.ના વિભાગીય અધિકારી કે અન્ય કોઈ જવાબદાર દ્વારા એસ.ટી. વર્કશોપમાંથી ગારો-કીચડ દૂર કરી, પાણી દૂર કરી સફાઈ કરાવવા જેટલી દરકાર લેવામાં નિષ્ક્રિય-નિષ્ફળ રહ્યા છે...!


http://dlvr.it/TBddxT

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6