કોર્ટે જામીન ફગાવ્યાં:કપરાડાના અંભેટી ગામમાં યુવકની થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
વલસાડના કપરાડા તાલુકાના આંભેટી ગામમાં આવેલા ભાવની ફળિયામાં પ્રવિણભાઇ મગનભાઈના ઘરના ઓટલા ઉપર 28 સપ્ટેમ્બરની રાત્રીએ બેસેલા પિતા-પુત્ર પૈકી એક યુવકને આરોપીએ તેની પત્ની સામે યુવક વારંવાર જોઈ ઈસારા કરતો હોવાનો વહેમ રાખીને મારી પત્ની સામે કેમ જોયા કરે છે. કહીને નજીકથી લાકડાના ટુકડો લાવી યુવકને લાકડાના ફટકાઓ મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ વચ્ચે પડી ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. તે કેસમાં ઝડપાયેલા યુવકે ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા આરોપીએ જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ એ મિર્ઝાએ હત્યાના કેસના આરોપી યુવકના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. કપરાડા તાલુકાના અંભેટી ગામના ભાવની ફળિયામાં રહેતા પ્રવિણભાઇ મગનભાઈના ઘરના ઓટલા ઉપર 28 સપ્ટેમ્બર 2023ના રોજ રવિ બાબુ ચાવરા અને તેના પિતા બાબુ ચાવરા ઓટલા ઉપર બેસી વાતો કરતા હતા. જે દરમ્યાન નજીકથી પ્રેગ્નેશ વિજય પટેલ વારલી નજીકથી આવી પહોંચ્યો હતો અને રવિને પ્રેગ્નેશે મારી પત્નીને કેમ જોયા કરે છે અને ઈસારા કેમ કરે છે. કહી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા પ્રેગ્નેશે નજીકથી લાકડાનો ફટકો લાવીને યુવકને ધોરમાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સ્થાનિક લોકો દોડી આવતા રવિને પ્રેગ્નેશના વધુ મારથી બચાવી નજીકમાં આવેલી CHCમાં સારવાર માટે ખસેડયો હતો. રવિને થયેલી ગંભીર ઇજાઓ લઈને હોસ્પિટલોમાં ખસેડી વધુ સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે યુવકને ખસેડયો હતો. તે યુવકનું 29 સપ્ટેમ્બર 2023ના રોજ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ નાનાપોંઢા પોલીસની ટીમને થતા નાનાપોંઢા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. તે કેસમાં પ્રેગ્નેશ વારલીની ધરપકડ કરવામાં આવી હતી. નાનાપોંઢા પોલીસે ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ હત્યાના ગુનાના આરોપીએ પ્રથમ વખત ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા રેગ્યુલર જમીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ એ મિર્ઝાએ યુવકની હત્યા કરનાર પ્રેગ્નેશ વારલીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
http://dlvr.it/TBSv8x
http://dlvr.it/TBSv8x
Comments
Post a Comment