ભાસ્કર ન્યૂઝ | જામનગર રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.8 થી 15 ઓગષ્ટ સપ્તાહ દરમિયાન યોજાનાર તિરંગા યાત્રાની ઉજવણી તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર જિલ્લામાં 3.90 લાખ અને રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં 10 હજાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં થયેલી આ સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ અંતર્ગત જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં કુલ મળીને 7.90 લાખ તિરંગા સબંધિત જિલ્લાના વહીવટી તંત્રને લોકોમાં વહેંચવા માટે આપવામાં આવ્યા છે.
http://dlvr.it/TBh5JW
http://dlvr.it/TBh5JW
Comments
Post a Comment