દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન બેઠક દરમ્યાન દાહોદ જિલ્લામાં નગર પાલિકા, ભૂગર્ભ ગટર લાઈન, પીવાના પાણી, આરોગ્ય વિભાગ, રસ્તા, વરસાદી ખાડા, સાફ – સફાઈ, શાળાઓના ઓરડા, કન્યાઓને ફાળવવામાં આવતી સાયકલો જેવા પ્રજાલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં શરૂ થાય અને પુર્ણ થાય તે અંગે કાર્ય કરવા જરૂરી છે. તેમજ વિવિધ કામોમાં આયોજનમાં લેતી વેળાએ બિનજરૂરી હેતુફેર ન થાય તે અંગેની તકેદારી રાખવી જરૂરી છે. ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોને ધ્યાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ તમામ અધિકારીઓને સંબોધીને અઠવાડિક ઓછામાં ઓછા 2 દિવસે રૂબરૂ કામગીરી સ્થળની મુલાકાત લઈને જે - તે કામગીરીનો રીપોર્ટ જણાવવા સુચના આપી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યો અને અધીકારીઓ હાજર રહ્યા હતાં.
http://dlvr.it/TBSZBc
http://dlvr.it/TBSZBc
Comments
Post a Comment