Skip to main content

ઓનલાઇન કરી શકાશે:ધો.12 પૂરક પરીક્ષામાં ગુણચકાસણીની અરજી છાત્રો 6 ઓગસ્ટ સુધીમાં કરી શકશે

ધોરણ 10- 12ની પૂરક પરીક્ષાનું તાજેતરમાં જ પરિણામ જાહેર થયેલ છે. જે પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓના પરિણામની ગુણ ચકાસણી માટે અરજી કરવાની અંતિમ તારીખ નક્કી કરાઈ છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની જૂન- જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું તારીખ 29 જુલાઇના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે પરીણામને લઇ કોઇપણ છાત્ર ગુણ ચકાસણી કરાવવાની ઇચ્છા ધરાવતા હોય તે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hsc.gseb.org પર ઓનલાઇન કરી શકશે. જેમાં ધોરણ 10ના છાત્રો તારીખ 7 ઓગસ્ટ સાંજના 5 કલાક સુધી, ધોરણ 12 સામાન્ય પ્રવાહના છાત્રો તારીખ 6 ઓગસ્ટ સાંજના 5 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો તારીખ 6ના સાંજના 5 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉપરાંત ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન એસબીઆઇ ઇપેસિસ્ટમ મારફત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા અથવા એસબીઆઇના ઇપેના એસબીઆઇ તેના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે તેમ જૂનાગઢના ડીઇઓ ભાવસિંહ વાઢેરે જણાવેલ છે. અત્રે ઉલ્લેખની છે કે, ધો.10 ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું તાજેતરમાં જ પરિણામ જાહેર થયુ છે. જે પરિણામને લઇ છાત્રોને અસંતોષ હોય અને ગુણચકાસણી કરાવાવની હોય તેવા છાત્રો માટે ફરી પરિણામ તપાસ કરવાની તક છે.


http://dlvr.it/TBQxfC

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6