Skip to main content

Posts

Showing posts from May, 2024

દારૂની હેરાફેરી અટકી:વાપીના બલીઠા હાઇવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો

વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલીઠા હાઇવે ઉપર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. LCBની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતા મળી આવ્યો ન હતો. વાપી ટાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી.આવેલો 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ SP ડો કરનરાજ વાઘેલાએ LCBની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સૂચના આપી હતી. LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વાપી વિસ્તારમાં LCBની ટીમને કારના શો રૂમ સામે મુંબઈ સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વેદેશી દારૂનો જથ્થો હોવાનું અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈને જવાનો હોવાની બાતમી મળી હતો. આ બાતમીના આધારે વાપીના બલીઠ...

ધરપકડ:બગવદર ગામમાંથી 1 શખ્સ છરી સાથે ઝડપાયો

પોરબંદર તાલુકાના બગવદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે તે જ વિસ્તારમાં રહેતા રાણા ઝવેરભાઇ પરમાર નામના શખ્સની શંકાના આધારે તલાશી લેતા તેની પાસેથી કોઈપણ જાતના આધાર પરવાના વિનાની પ્લાસ્ટીકના હાથા વારી છરી કિમત રૂ 20 ની મળી આવી હતી. જેથી પોલીસે રાણા પરમાર નામના આ શખ્સ સામે હથિયારબંધી સહિતનો ગુન્હો નોંધી વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI એન. કે. સાદીયાએ હાથ ધરી છે. http://dlvr.it/T7gns2

વાતાવરણ:ગરમીએ મે મહિનામાં માઝા મૂકી, આગામી એક અઠવાડિયું 42 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન

મોરબી જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોની અસરના કારણે માર્ચ એપ્રિલ મહિનાથી જ લોકોને સામાન્ય કરતા વધુ ગરમીનો અહેસાસ થયો હતો તો મે મહિનામાં તો ગરમી એ તમામ રેકોર્ડ તોડી દીધા હોય તેમ મોટા ભાગના દિવસોમાં શહેરનું મહતમ તાપમાન 43 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. મહિનામાં સતત ત્રણ ચાર દિવસ સુધી 45 ડિગ્રી સુધી તાપમાન પહોચી જતા હીટવેવની સ્થિતિ પણ અવાર નવાર સર્જાઈ હતી અને હવે કેરળમાં ચોમાસું બેસી જતા લોકોને સારા વરસાદની રાહ છે. જો કે આ વરસાદ પહેલા હજુ એકાદ બે સપ્તાહ આકરી ગરમીનો ડોઝ સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં અગામી 1 જૂનથી 5 જુન સુધી મહતમ તાપમાન 41 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. તો લઘુતમ તાપમાન પણ 25 -26 વચ્ચે રહેશે આ ઉપરાંત વહેલી સવારે અને સાંજના સમયે વાદળ છાવાતા ઉકળાટમાંથી અંશત: રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં 1 જૂને મહતમ પવનની ગતિ 29 કિમી પ્રતિ કલાક રહેશે જયારે બાકીના દિવસે તેની ગતિમાં ઘટાડો પણ નોધાઇ શકે છે 1 થી 5 જૂન સુધી મહત્તમ ભેજનું પ્રમાણ 72 – 76 અને લઘુતમ ભેજનું પ્રમાણ 27-39 ટકા રહેવાનું અનુમાન છે. આ દરમ્યાન ગરમ અને ભ...

અભયમ મદદે આવી:ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ યુવતીને ઘરે લઈ જતા માર્ગદર્શન આપ્યુ, છૂટાછેડા સુધી પહોંચી ગયેલા દંપતિનું સમાધાન કરાવ્યું

આજ રોજ વુમન હેલ્પલાઈનમાં બેનનો કોલ આવ્યો કે, તેઓ રાજકોટથી ભાગીને અમદાવાદ આવેલા છે. તેમના ઘરના લોકો તેમને શોધે છે અને તેના કારણે જ 181ની ટીમ મદદ માગી રહી છે. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચત ત્યાંથી જાણવા મળ્યું કે, બેનને તેમના ભાઈ અને કાકા લઈ ગયા. તેમના પ્રૂફ કે મોબાઈલ નંબર PGમાં આપેલ નહોતા. આથી, બેન સુધી પહોંચી શકાય તેમ ના હતું. ત્યા આસપાસ પૂછતાછ કરતાં બેન મળી આવેલ હતા. ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ઘરેથી પોતાની મરજીથી ભાગી ગયા હતા. આ બેનની એક મહિના પહેલા તેમની જ્ઞાતિના છોકરા સાથે સગાઈ થઈ હતી. પરંતુ, બેનને તેમને ગમતા છોકરા સાથે લગ્ન કરવા હતા. બેન મુસ્લિમ અને છોકરો હિંદુ ધર્મના હોવાથી ઘરેથી લગ્ન કરવા માટે રાજી નહોતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી મુશ્કેલ હતું. બેન છેલ્લા સાત વર્ષથી છોકરાને ઓળખે છે. તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ વાત તેમના ઘરના સાથે કરી તો તેઓએ જણાવેલ કે, ત્યાં તારા લગ્ન નહિ કરાવીએ અને જો તું લગ્ન કરીશ તો મારી નાખીશું. આથી બેન ઘરેથી ભાગી ગયેલ હતા. અહીંયા PGમાં રહેવા આવ્યા હતા. અહીંયા તેમના ભાઈ અને કાકા તેમને મરજી વિરુદ...

બિનખેતીના બોગસ હુકમનો પર્દાફાશ:દાહોદમાં નકલી હુકમ બનાવવા મામલે બે અલગ અલગ પોલીસ ફરિયાદ, બે શખ્સોના 3 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદ પોલીસે એક અરજીના સંદર્ભે તપાસ કરતા જમીન એનએ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જેમા બે પોલીસ મથકોમાં બે જુદી જુદી ફરિયાદો નોંધાવાઈ છે.અત્યાર સુધી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસે પકડાયેલા પૈકી 2 આરોપીઓને કોર્ટ મા રજુ કરતા કોર્ટે 2 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ પોલીસને એક અરજી મળી હતી.જેમાં ખેતીની જમીન એનએ કરવાના ખોટા હુકમો કરી સરકારી પ્રીમિયમનું સરકારને નુકસાન કરાવાતુ હોવાની રજૂઆત કરવામા આવી હતી.જેની તપાસ શરુ કરવામા આવતા સર્વે નંબર 303,305 અને 306 નંબરની જમીન જેનો માલિક ઝકરિયા મહેમુદ ટેલર છે તેની જમીનનો જીલ્લા વિકાસ અધિકારીની સહીથી એનએ કરવાનો હુકમ કરી તેની નોંધ કરાવી પ્લોટ પાડી વેચવામા આવતા હતા.જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને કરાતાં આ હુકમ ખોટો હોવાનું સાબિત થતા ઝકરિયા મહેમુદ ટેલર અને ખોટો હુકમ બનાવનાર સામે બી ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ નાયબ ચીટનીશ વિજય ડામોર દ્રારા ફરિયાદ નોંધાંવાઈ હતી.જેની તલસ્પર્શી તપાસ અને જમીન માલિકની પુછપરછ કરતા આ હુકમ શૈશવ શિરીષ ચંદ્ર પરીખે કરાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી અને...

સામાજીક સંવેદનાને ઉજાગર કરતાં યુવાનો:મોરવા હડફના મોરા ગામે વિધવા વૃધ્ધાની મદદે આવ્યા સમાજના યુવાનો, સોશિયલ મીડિયાના માધ્યમથી ધનરાશિ ભેગી કરી બનાવી રહ્યાં છે રહેણાંક મકાન

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે રહેતી વૃધ્ધા મહિલા અને તેમની બે પુત્રી અને ચાર પૌત્રોને મદદે સમાજના યુવાનો આવ્યા છે. આર્થિક કટોકટીનો સામનો કરતા આ પરિવારને સોશિયલ મીડિયાથી મદદની ગુહાર લગાવામાં આવી જેના કારણે આર્થિક મદદ પણ મળી રહી છે. હાલમાં આ વૃધ્ધાનું મકાન પણ બનાવાની કામગીરી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામા મોરા ગામ આવેલું છે. આ ગામમા રહેતા વિધવા રમીલાબેન આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ બન્યું હતું. તેમના પતિ અવસાન પામ્યા બાદ તેમના ત્રણ પુત્રો પણ અકાળે અવસાન પામતા તેઓના માથે આભ તુટી પડ્યું હતું. પથારીવશ બનેલા આ વૃધ્ધાને એક ઝુપડામાં રહેવાની ફરજ પડી હતી, સાથે સાથે તેમની બે દિકરી અને ચાર પૌત્રો પણ સાથે રહેતા હતા. સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા આવાહન કર્યુ આ વાત ગામના અને સમાજના અગ્રણીઓને થતા તેમને આ વૃધ્ધા રમીલાબેનને આર્થિક રીતે સરભર બનાવીને ઘર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા માટે આવાહન કર્યુ, તેના કારણે આર્થિક મદદ પણ મળી. હાલમાં તે...

ફરિયાદ:મોડાસામાં બસ પોર્ટ સામે શાકભાજી ખરીદવા આવેલી મહિલાની લારીના વેપારીએ છેડતી કરી

મોડાસા શહેરના હાર્દ સમાન ગણાતા નવા એસટી ડેપો સામે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની શાકભાજીના વેપારીએ છેડતી કરતાં મામલો બિચક્યો હતો. ઘટનાના પગલે ટાઉન પોલીસ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. મહિલાની છેડતીને લઈને આક્રોશમાં આવેલા લોકોએ શાકભાજી લારી પણ ઊંધી વાળી દીધી હતી છેડતી કરનાર શખ્સ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા બસ પોર્ટ પાસે શાકભાજીની ખરીદી કરવા આવેલી મહિલાની છેડતી મામલે બબાલ ઉભી થઈ હતી. શાકભાજીના વેપારીએ પતિ અને સાસુ સાથે આવેલી મહિલાની છેડતી કરતાં મામલો બિચકયો હતો વિફરેલા લોકોએ શાકભાજીની લારી રસ્તા ઉપર ઊંધી વાળી આક્રોશ ઠાલવ્યો હતો. છેડતીની ઘટનાની જાણ થતા બાદ હિન્દુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાના પગલે ટાઉન પોલીસ પણ દોડી આવી હતી. લોકોનો આક્રોશ જોઈને શાકભાજીનો વેપારી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો. ટાઉન પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. મામલો વધુ બીચકે નહીં તે માટે ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો. http://dlvr.it/T7dLJB

ઠગાઇ:બોટાદમાં 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર 3 ઝડપાયા

બોટાદમાં સબસીડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે રૂ.7.87 લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના ભાવનગર રોડ, ઝવેરનગર શ્યામ માર્બલવાળી શેરી ખાતે રહેતાં મંજુબેન શૈલેષભાઈ ચાવડાએ (ઉ.વ.27) બોટાદ ખોડિયાર નગર ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા, ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી કે ડિસેમ્બર 2021 માં મંજુબેન ચાવડાના જમાઈ પ્રવિણભાઈ વાળાએ તેમના પતિને જાણ કરી હતી કે ખોડીયાર નગર 1 ખાતે રહેતાં વિક્રમ ભુપતભાઈ વાળા સીજે ફાયનાન્સની સબસીડીવાળી લોન આપે છે. તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને કહેજો. તેમ વાત કરતાં મંજુબેનના પતિએ તેના વિસ્તાર તથા ઝવેરનગરમાં રહેતા લોકોને વાત કરી હતી. આ બંને વિસ્તારના મળી કુલ 25 જેટલા લોકોએ લોન લેવાનું નક્કી કર્યું હતું. જેથી વિક્રમ વાળાએ તેના 2 એજન્ટ ચિરાગ બહાદુરભાઈ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભીને મોકલી અને ફોર્મમાં તમામની સહીઓ કરાવી તમામના બે ફોટા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, લાઈટ બિલ, બેંકની પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ મેળવી ત્રણ-ચાર દિવસ બાદ ચિ...

TRP ગેમઝોન અગ્નિકાંડ:રાજકોટ અગ્નિ કાંડમાં બે અધિકારી સામે તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ અગ્નિકાંડે સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવ્યો છે. આ કાંડમાં સંડોવાયેલાં અધિકારીઓ સામે આંગળી ચિંધાઇ હોવાથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ( એસીબી ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના ભાગરૂપે એસીબીના અધિક નિયામક બિપીન આહીરના વડપણ હેઠળ એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ મંગળવારે રાજકોટ પહોંચીને તપાસનો પ્રારંભ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. આ ટીમ દ્વારા રાજકોટના ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ હાથ ધરી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની બેદરકારીના કારણે સમગ્ર બનાવ બન્યો હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેથી રાજકોટવાસીઓ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઉહાપોહના કારણે સરકાર તરફથી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાથી માંડીને તેમની સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ આદેશના પગલે રાજકોટના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી. સાંગઠીયા તથા રાજકોટના ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર સામે ગુનો દાખલ કરવ...

મહિલાની છેડતી કરતા બે પક્ષ વચ્ચે બબાલ:મોડાસાના બસપોર્ટ વિસ્તારમાં શાકભાજી લેવા આવેલી મહિલાની છેડતી થતાં બે જૂથ વચ્ચે ઘર્ષણ; મોડાસા ટાઉન પોલીસે મામલો શાંત પાડી 4ને દબોચ્યા

કોઈપણ મહીલા હોય ઘર વપરાશમાં વપરાતી ચીજવસ્તુ લેવા પોતે જ જતી હોય છે અને જ્યાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય ત્યાં વેપારીઓએ પણ સંયમી બનીને મર્યાદા જાળવવાની હોય છે. જો ધંધાના સ્થળે કોઈ ખરાબ કરતૂત કરી તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડતા હોય છે. આવી એક ઘટના મોડાસા શહેરમાં બનવા પામી હતી. મોડાસા શહેરના નવા બસપોર્ટ વિસ્તારમાં એક મહિલા શાકભાજી લેવા માટે એક શાકભાજીની લારી પર ગઈ હતી. તે દરમિયાન શાકભાજી વાળાએ મહિલાની છેડતી કરી હતી. સમગ્ર હકીકત મહિલાએ એના પરિવારજનોને કહેતા પરિવારજનો તરત જ શાકભાજીની લારી પર દોડી આવ્યા હતા અને બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી. રોષના કારણે શાકભાજીની લારીમાંથી શાકભાજી પણ નીચે પડી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને બંને પક્ષના લોકોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે ત્રણ લોકોને દબોચીને કાર્યવાહી હાથ ધરી હતી. http://dlvr.it/T7cXS0

ફાયર સેફ્ટી મુદ્દે તંત્રની કાર્યવાહી:અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું, ફાયર સુવિધા ના હોય એવા એકમોને નોટિસ આપી

કોઈપણ એકમ હોય તેમાં કોઈ દુર્ઘટના ના સર્જાય અને જો દુર્ઘટના સર્જાય તો એમાંથી કાઈ રીતે બચી શકાય એ માટે સરકાર દ્વારા બનાવેલ નિયમ મુજબની સાધન સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એ માટે અરવલ્લી જિલ્લામાં કલેક્ટર દ્વારા રચાયેલ કમિટી દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું હતું. રાજકોટમાં જે દુર્ઘટના બની તેના પછી દરેક જિલ્લા કલેક્ટરને જિલ્લામાં એક સમિતિ બનાવવા અને એ સમિતિ દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન કલાસીસ અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા નિયમોનુસાર છે કે નહીં વગેરે બાબતે તપાસ કરવા હુકમ કરતા અરવલ્લીમાં મોડાસા નગરપાલિકા સીઓના અધ્યક્ષસ્થાને અલગ અલગ વિભાગના સાત કર્મચારીઓની સમિતિ બનાવીને મોડાસા શહેરના અલગ અલગ 35 એકમોમાં તપાસ હાથ ધરી હતી અને જેમાં ત્રણ ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા ના હતી. તેમજ અન્ય બે એકમોમાં પણ ફાયર સેફટીના અભાવના કારણે નોટીસ આપી હતી અને દિન 3માં ફાયર સુવિધા એનઓસી વગેરેની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. આમ તંત્રએ લાલ આંખ કરતા અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. http://dlvr.it/T7b0lz

આયોજન:મહારાષ્ટ્ર સામે દુકાળ, કમોસમી વરસાદની ચિંતાઃ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક

મહારાષ્ટ્ર પર એક પછી એક આવી રહેલાં સંકટને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી એકનાથ શિંદે લોકસભાની ચૂંટણીનનાં પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાપાલિકાઓને થાણે મહાપાલિકાના ધોરણે તેમની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. બેઠકમાં ત્રણ ગંભીર સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારો દુકાળગ્રસ્ત છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી, બીજી તરફ રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું તેને કારણે થયેલા નુકસાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજું અને સૌથી મહત્ત્વનું રાજ્યમાં 10-11 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા વેધશાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેતાં અનેક ચોમાસા પુર્વેનાં કામ પૂરા કરવાના છે, આખા રાજ્યમાં ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન પર સરકાર કામ કરી રહી છે. ચોમાસામાં થનારા વરસાદી રોગનો સામનો કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે, એમ શિંદેએ જણાવ્યું હતું. રાજ્યના બધા જ જિલ્લા કલેક્ટરો, ડિવિઝનલ કમિશનરો, ...

સ્ટ્રીટલાઇટો બંધ:માનવઆશ્રમ રોડ પર વૃક્ષારોપણમાં કેબલ કપાઇ જતાં સ્ટ્રીટલાઇટો બંધ

મહેસાણામાં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી રોડના ડિવાયડરમાં વૃક્ષારોપણ સમયે સ્ટ્રીટલાઇટના કેબલ કપાઇ જતાં કેટલીક સ્ટ્રીટલાઇટો બંધ પડી છે. ચોમાસામાં કોઇને વીજકરંટ ન લાગે તે માટે સત્વરે નવી પાઇપ સાથે કેબલ નાંખવા વિસ્તારના સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકામાં લેખિત જાણ કરી છે. તાજેતરમાં વોર્ડ નં.3માં માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધી મુખ્ય રોડ વચ્ચેના ડિવાયડરમાં રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અા કામગીરીમાં સ્ટ્રીટલાઇટના લોખંડના પોલના તમામ કેબલ કપાઇ ગયા છે. જે અંગે સદસ્ય દિપકભાઇ પટેલે નગરપાલિકાના ચીફ અોફિસરને જણાવ્યું છે કે, રોડ પર કેટલીક સ્ટ્રીટલાઇટ બંધ હાલતમાં છે. ડેમેજ કેબલના કારણે આગામી ચોમાસામાં વીજકરંટને કારણે અકસ્માત થવાનું જોખમ રહેલું હોઇ સત્વરે માનવ આશ્રમ ચોકડીથી દેલા વસાહત સુધીના તમામ સ્ટ્રીટલાઇટના લોખંડ પોલમાં નવી પાઇપ સાથે સ્ટ્રીટલાઇટ કેબલ નાખવા જરૂરી હોઇ સત્વરે કામગીરી કરાવવી જોઇએ. http://dlvr.it/T7ZZsT

રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા:ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી, પરંતુ અરબ સાગરમાં હલચલને કારણે કચ્છના અખાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવનો ફૂંકાવવાને કારણે ગરમીથી રાહત મળી હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યનું મહત્તમ તાપમાન ઘટયું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના અનેક શહેરોનું મહત્તમ તાપમાન ઘટી શકે છે તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદવાસીઓ છેલ્લા 15 દિવસથી 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં શેકાયા બાદ આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધા...

દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર:ઝાલોદ પોલીસે ખરસાણાથી કારમા લઈ જવાતો 1.18 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો, કાર ચાલક ગાડી મૂકી ફરાર

ઝાલોદ તાલુકાના ખરસાણા ગામેથી કારમા લઈ જવાતો રુપીયા 118500/- ના વિદેશી દારુના જથ્થાને ઝાલોદ પોલીસે ઝડપી પાડયો હતો, પોલીસને જોઈ કાર ચાલક ગાડી મુકી ફરાર થઈ જતા પોલીસે દારુ તેમજ કાર કબ્જે કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જીલ્લાના ઝાલોદ ડી.વાય.એસ.પીને બાતમી મળી હતી કે, બુટલેગર કમલેશ રતન ડામોર (રહે.મઘાનીસર, ઝાલોદ) રાજસ્થાન ડુંગરા તરફથી ઝાલોદ તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો નંબર GJ-15-CF-3941માં વિદેશી દારૂ ભરીને લાવી રહેલ છે તેવી બાતમી મળી હતી, જે બાતમીને આધારે ઝાલોદ પોલીસે ખરસાણા ગામે કટારા ફળીયામા રોડની સાઈડમાં બાતમી વાળી કારને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી, વોચ દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને ઉભી રાખવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવતા કાર ચાલક કારને વળાવી ભાગી જવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો, બુટલેગર દ્વારા થોડે દુર સુધી કાર હંકારીને પોલીસને ચકમો આપી કિર ચાલક કાર મુકી ઝાડી ઝાખરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, પોલીસ દ્વારા ભાગતી વેળાએ બુટલેગરને ઓળખી લેવામાં આવેલ હતો. પોલીસ દ્વારા કારમા તપાસ કરતા કાર માથી ઇંગ્લિશ દારૂની 27 પેટી મળી આવી હતી. વિદેશી દારૂની કુલ 780 બોટલો જેની કિંમત ...

અરજદારોને રાહત:પાટણ જિલ્લામાં વિલંબિત જન્મ-મરણ નોંધણી માટે તાલુકા મામલતદારોને અધિકૃત કરાયા

પાટણ જિલ્લાનાં તાલુકા મથકેથી જ જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જ હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીનાં હુકમો મળી શકશે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વ કલેકટરે ગોઠવતાં જન્મ અને મરણનો વિલંબિત નોધણીનાં હુકમો માટે કોર્ટના ધક્કા ખાવા નહિ પડે. જે તે તાલુકા સ્તરેથી તેઓને જન્મ-મરણ નોંધણીનાં હુકમો મળી શકશે. અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા કે મૃત્યુ પામેલા લોકોની સમયસર નોંધણી ન કરાવી શકેલા પરિવારો તેમનાં જન્મેલા કે નિધન પામેલાઓનાં જન્મ-મરણની નોંધણી માટેનાં ઓર્ડર જે તે તાલુકાનાં કાર્યક્ષેત્રની અદાલતોમાથી હુકમો મેળવીને જન્મ-મરણ નોંધણી કચેરીમાં રજૂ કરવા પડતા હતા તે ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને કોર્ટ ઉપરાંત પાટણ જિલ્લાનાં વિવિધ તાલુકા સ્તરનાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વ પ્રાંત અધિકારીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ કલેક્ટરે સોંપી હતી. પરંતુ પાટણ જિલ્લાનાં પ્રાંત અધિકારીઓ પર વિવિધ કામગીરીઓનું ભારણ વધારે હોવાથી તેઓની રજૂઆતો બાદ પાટણ જિલ્લા કલેક્ટરે આ પ્રકારની વિલંબીત જન્મ-મરણની નોંધણી માટેનાં હુકમોન...

સળગતો પ્રશ્નો:જ્વાળામુખી પર બેઠેલા કંડલા સંકુલ માટે સુરક્ષા ઓછી

રાજકોટ અને તે પહેલા સુરતના તક્ષસીલા અગ્નીકાંડ બાદ હરકતમાં આવતા પ્રશાસને આ વખતે પણ તેજ મુજબની ભુમીકા ભજવતી દેખાઈ રહી છે. ખાસ કરીને કંડલા સંકુલ ખુબ સંવેદનશીલ થઈ જાય છે જ્યાં હજારો અને લાખોની ટનની ક્ષમતામાં જ્વલનશીલ લીક્વીડ સ્ટોરેજ કરવામાં આવે છે. આ સિવાય પણ શહેરની અન્ય સરકારી કચેરીઓની તપાસ કરતા ત્યાં પણ અગ્નીસુરક્ષાના મામલે કમજોર હોવાનું સામે આવી રહ્યું છે. કંડલા સંકુલ ન માત્ર ગુજરાત કે ભારતનું, પરંતુ સમગ્ર દક્ષીણ એશીયાનું સૌથી મોટુ લીક્વીડ સ્ટોરેજ કેંદ્ર બનેલું છે. આ માટે બનેલા સંગઠને આશ્ચર્યજનક રૂપે અત્યાર સુધી પોતાની સુરક્ષા કાજે કોઇ અગ્નીશમન દળ પણ બનાવ્યું નથી અને સંપુર્ણ પણે ડીપીએ પર આધારીત છે. જ્યારે કે કંડલા ટિમ્બર એસો. અને કાસેઝ દ્વારા પોતાના સુરક્ષા દળો કાર્યાન્વિત છે. આવી પરિસ્થિતિમાં કંડલા સંકુલ કે જ્યાંથી દેશના મહત્વના પ્રદેશોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના જ્વલનશીલ લીક્વીડ સપ્લાય અને સ્ટોરેજ થઈ રહ્યા છે તેની સુરક્ષા વારંવાર ચોરીના મામલે તાક પર રાખતા હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. તદુપરાંત ગતરોજ શહેરની નગરપાલિકાની ખસ્તાહાલ અગ્નીશમન વ્યવસ્થાને ચેક કર્યા બાદ દિવ્ય ભાસ્કરે જ્યારે શહેરન...

કાર્યવાહી શરૂ:અમરેલીમાં નાગનાથ કોમ્પ્લેક્ષ સીલ

રાજકોટ ગેમ ઝોનમા અગ્નીકાંડથી અનેક લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે રાજય સરકાર દ્વારા કલેકટરોને જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કરાયો હોય જેને પગલે આજે અમરેલીમા ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ સહિત ટીમ દ્વારા સંયુકત રીતે ચેકીંગ હાથ ધરાયુ હતુ અને એક કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરવામા આવ્યું હતુ. જયારે ધારીમા તંત્ર દ્વારા ત્રણ રીસોર્ટને સીલ કરી દેવાયા હતા. ધારીમા પ્રાંત અધિકારી એચ.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અક્ષય વ્યાસ, રેવન્યુ તલાટી, પુરવઠા સ્ટાફ, સર્કલ ઓફિસર સહિત ટીમ દ્વારા ધારી આસપાસ રીસોર્ટમા ચેકીંગ હાથ ધરાયુ હતુ. અહી લીયોનીયા, ગીર રીટ્રીટ, ધ લેકવ્યું નામના રીસોર્ટમા ફાયર એનઓસી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સનુ લાયસન્સ ન હોય ત્રણેય રીસોર્ટને સીલ મારી દેવાયા હતા. આ ઉપરાંત લાયન ડેન, ઉતમ ફાર્મ, અર્જુન રીસોર્ટ સહિતના રીસોર્ટમા મોડી રાત સુધી ચેકીંગની કામગીરી ચાલુ રાખવામા આવી હતી. રાજુલામાં ઠેર-ઠેર NOC વગર બિલ્ડીંગો ધમધમે છે રાજુલામાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલી ખાનગી બેંકો તથા 10 જેટલી હોટલો ખુલી છે. પરંતુ આ તમામ પાસે ફાયર એનઓસી ન હોવાની ફરિયાદો ...

અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં:ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ, પહેલીવાર ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય

રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારે એક્શન ભૂમિકામાં જોવા મળી છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરોને જેની પાસે ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના ચાર અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC અને પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી અલગ-અલગ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. પ્રથમ વખત ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો શહેરના અલગ-અલગ ગેમઝોનમાં ફાયર NOC, સ્ટ્રક્ચર અને પોલીસ પરવાનગી અનેગ ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગોતાના ફન્ગ્રીટો અને હોય એન્ડ જોય, આનંદનગરના ગેમિંગ ઝોન અને નિકોલમાં ફન કેમ્પ્લમાં ફાયર NOC તથા પોલીસ પરવાનગી ન હોવા સહિતની ખામી હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં બે, આનંદનગરમાં એક અને નિકોલમાં સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી જાટે જણાવ્યું હતું કે, હાલ આ સંદર્ભે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ટૂંક સમયમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે. આનંદનગર પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ભર...

ઉંડા કુવામાં ખાબકેલા યુવાનનું રેસ્ક્યૂ:વેલછડી ગામે 40 ફુટ ઉંડા કુવામાંથી યુવાનને રાજપીપળા પાલિકાના ફાયર ફાયટરોએ એક કલાકની જહેમત બાદ સહીસલામત બહાર કાઢ્યો

નાંદોદ તાલુકાના વેલછંડી ગામે રહેતા વિપુલ વલવી ગામના એક ઊંડા કુવાની પાળીએ પગ ધોતા કુવામાં લપસી પડ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ જોતા સ્થાનિકો તાત્કાલિક ટોળે વળ્યાં અને રાજપીપળા નગરપાલિકાને જાણ કરતા રાજપીપળા ફાયર ફાઈટરની ટીમ ગણતરીના કલાકોમાં પહોંચી ગઈ હતી. આજરોજ આ યુવાન ઊંડા કૂવામાં પડ્યો હતો. ત્યારે ગણતરીના કલાકોમાં પાલિકાના ફાયર બ્રિગેડ જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેઓએ કુવામાં દોરડું નાખીને પડી ગયેલા યુવાનને સહી સલામત બહાર કાઢ્યો હતો. ગ્રામજનોએ પણ સાથે મદદ કરી હતી. એક કલાકના રેસ્ક્યૂ બાદ યુવાનને હેમખેમ બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. 40થી 50 ફુટ ઉંડા કુવામાં પડેલા યુવાનને હાથમાં અને માથાના ભાગે વાગવાથી હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઇજા થઇ હતી. જેને તાત્કાલિક 108 બોલાવી રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. http://dlvr.it/T7WPPB

દબાણ હટાવ કામગીરી:વેરાવળ-તાલાલા રોડ પર 42 વાણિજ્ય હેતુના દબાણો દૂર થયા, ઇણાજ પાટીયા પર તંત્રની દબાણ હટાવ કામગીરી

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા 15000 સ્ક્વેર ફૂટ વિસ્તારનાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ-તાલાળા રોડ (ઇનાજ પાટીયા) ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધાતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્દભવતી હતી. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા,અધિક નિવાસી કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઈણાજ પાટીયાએ આવેલ કુલ 42 દુકાન ધારકોને નિયમોનુસાર નોટિસ આપતા, દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ 15000 સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવેલ છે. http://dlvr.it/T7Tq03

રજૂઆત:શાળાઓ શરૂ થાય તે પૂર્વે કચ્છમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરવા માંગ

સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ઘટ નિવારવા અવારનવાર રજૂઆતો થાય છે.ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં માસ્તર મળતા નથી અથવા જે આવે છે તે બદલી કરાવી જાય છે પરિણામે સ્ટાફઘટનો મુદ્દો ઉકેલાતો નથી ત્યારે જિલ્લામાં શિક્ષકોની કાયમી ભરતી કરવા અથવા જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા તેમજ ટેટ-ટાટ પાસના નિયમોને દૂર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. ગત શૈક્ષણિક વર્ષથી ચાલુ થયેલ જ્ઞાન સહાયકની યોજનામાં વય મર્યાદા તેમજ ફરજિયાત ટેટ-ટાટ પાસના નિયમોને કારણે અંતરીયાળ ગામોમાં જ્ઞાન સહાયક મળતા નથી અને જો મળે છે તો લાંબો સમય ટકતા નથી.આ બન્ને પરિસ્થિતિમાં કચ્છનું શિક્ષણ કથળે છે. જ્ઞાન સહાયક માત્ર એક વચગાળાની રાહત છે.શક્ય હોય તો કચ્છમાં શિક્ષણની વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાનોની ખાલી જગ્યા પર ભરતી કરાય તો આ પ્રશ્ન ઉકેલાઇ શકે તેમ છે કચ્છની ઘણી શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે,જેની પણ બદલી થઈ હોવાથી જગ્યા ખાલી રહે છે.સ્થાનિક ભરતી દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. http://dlvr.it/T7Tc0z

ટીમની તપાસમાં આવી અનેક ચોંકાવનારી હકીકતો:રાજકોટના એકપણ ગેમઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારની સૂચનાના પગલે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના પગલે અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના 22 જેટલા અધિકારીઓની ટીમ રચી 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં બાલભવન અને ફનવર્લ્ડને બાદ કરતા 11 ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાની તથા અન્ય પણ ઘણી બધી ત્રુટીઓ હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જે અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રવિવારે ફન બ્લાસ્ટ, ઇન્ફિનિટી સ્પોર્ટસ, નોક આઉટ, વેસ્ટર્ન ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ ગેમ ઝોન, રિલાયન્સ મોલ ગેમ ઝોન, ક્રિસ્ટલ મોલ ગેમ ઝોન, વૂફી ગેમ ઝોન, એવીઆઇ ગેમ ઝોન, વાઉ ગેમ ઝોન, ફન વર્લ્ડ, બાલભવન અને જીએસઆરટીસી પોર્ટ ખાતે શિફ્ટેડ ટુ બોમ્બે સુપર મોલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં તપાસ અંગેનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને આપી દેવાયો છે. જ્યારે લાઇસન્સ અંગેની તપાસ પોલીસતંત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. http://dlvr.it/T7TQ6w

સ્વજનોની રાહમાં 3-3 રાતના ઉજાગરા:રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં 28 મૃતકો પૈકી 13ની થઇ ઓળખ હજુ 15 મૃતકોની ઓળખ બાકી, 8 મૃતદેહ પરિવારને સોંપાયા

રાજકોટમાં બે દિવસ પૂર્વે ટી.આર.પી. ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર FSLમાંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 મૃતદેહો પૈકી 13 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી 8 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જયારે બાકી મૃતદેહની રાહમાં સતત ત્રણ ત્રણ રાતથી સ્વજનો ઉજાગરા કરવા પડી રહ્યા છે. 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને વહેલા મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ કામગીરી કરી રહી છે. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલીક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે સાંજ સુધીમાં કુલ 28 મૃતદેહ પૈકી 13 મૃતદેહના ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરી દેવામાં આવ્યા છે. જે પૈકીના 8 મૃતદેહની ઓળખ થતા મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. પરિવારને સોંપવામાં આવેલ મૃતકોની ય...

સુપરમોલો અને માર્કેટના સંચાલકોની બેદરકારી:ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા પ્રમાણમાં રાખી ઉદાસીનતા દાખવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા

રાજકોટમાં 30થી વધારે નિર્દોષોને ભરખી જનાર ભયાવહ દુર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમઝોનો અને સુપરમોલો અને માર્કેટમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ચકાસવાના આદેશ આપ્યા હતા. જેના કારણે ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળ પાલિકા ફાયર બ્રિગેડ અને એમ.જી.વી.સી.એલના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા ગઈકાલે શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઇને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનોને લઈને હાલ પૂરતા ચાર ગેમઝોનોને બંધ રાખવાના આદેશ ફરમાવ્યો છે. આ સાથે ગોધરાની તપાસ ટીમ દ્વારા શહેરમાં કાર્યરત 7 જેટલા અન્ય મોલો કે જે ગ્રાહકોથી હંમેશા ભરપૂર દેખાતા હોય છે. આ સુપર મોલોમાં પણ એકાદ અપવાદરૂપ ઘટનાને બાદ કરીને ફાયર સેફટીની અપૂરતી સુવિધાઓ અને શોર્ટ સર્કિટથી આગ લાગવાના બનાવવામાં આપો આપ વીજ પ્રવાહને બંધ કરી દેનાર એમ.સી.સી.સી.બી સ્વીચો નાખવામાં મોલોના સંચાલકોએ ભારે ઉદાસીનતાઓ દેખાડી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળની ટીમના સત્તાધીશો દ્વારા શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઈને સુરક્ષા અને ફાયર સેફ્ટીની સુવિધાઓની ચકાસણીઓ કરી હતી. એમાં દાહોદ રોડ ઉપર આવેલા બે ગેમઝ...

સનસ્ટ્રોકનો ભોગ:નગરમાં ભીષણ ગરમીમાં 35 લોકો સનસ્ટ્રોકનો ભોગ બન્યાં

છેલ્લા 14 દિવસથી ગાંધીનગરમાં સવારે 8થી 12 કલાક સુધી 8 અને સાંજે 4થી 8 કલાક સુધી 12 કેસ લૂ લાગવાના નોંધાયા છે. જ્યારે તેની સામે બપોરે 12થી 4માં 6 અને રાત્રે 8થી 12માં 6 કેસ ઇમરજન્સી સેવા 108માં નોંધાયા છે. આથી છેલ્લા 14 દિવસમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાતા ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહી હતી. ચાલુ વર્ષે ઉનાળાની સીઝનમાં ગરમીના પ્રકોપની અસર ચાલુ મે માસમાં જોવા મળી રહ્યો છે. તેમાં ગત તારીખ 11મી, મેથી નગરનું મહત્તમ તાપમાન 41 ડીગ્રીથી વધારે રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડીગ્રીથી વધારે ઉંચું રહેતા લૂ લાગવાના કેસમાં ઉછાળો આવ્યો છે. તેમાં ઇમરજન્સી સેવા 108ના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 11મી, મે-2024થી તારીખ 24મી, મે-2024 સુધીમાં લૂ લાગવાના કુલ-35 કેસ નોંધાયા છે. તેમાં ઉલટીના એક, હાઇ ફિવરના 31, ચક્કર આવવાના 2, અન્યના એક સહિત કુલ-35 કેસ થાય છે. તેમાંય સવારે 8થી 12 કલાકના અને સાંજે 4થી 8ના સમયગાળામાં કેસ વધારે નોંધાયા છે. જેમાં સવારે 8થી 12માં હાઇ ફિવરના 8 કેસની સામે સાંજે 4થી 8 સમયગાળામાં હાઇફિવરના 10 કેસ, ચક્કરના એક અને અન્ય બિમારીના એક સાથે કુલ-12 કેસ નોંધાયા છે. આથી સવારે ...

લીકેજના પ્રશ્નો નોંધાયા:નબળી ગુણવત્તાવાળા કામને કારણે નવી લાઈનોમાં લીકેજ

24 કલાક શહેરીજનોને પિવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પાણીની નવી લાઈનોનું નેટવર્ક નાંખવામાં આવ્યું છે. પરંતુ તેના ટેસ્ટીંગ દરમિયાન જ નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખૂલ્લી પડી ગયેલી જોવાં મળી છે. શહેરના જૂના સેક્ટરોમાં પાણીની પાઈપો નાંખવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર પણ લગાડી દેવામાં આવ્યાં છે. જ્યારે લાઈનોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પાણીના ભારે દબાણને કારણે નવી લાઈનો ફાટી જવાના તેમજ લિકેજના પ્રશ્નો જોવાં મળ્યાં છે. આ કારણોસર તંત્રની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થયાં છે. લાંબા સમયથી પાણી ડ્રેનેજની લાઈનો નાંખવાની કામગીરી શહેરમાં ચાલી રહી છે. જેથી આંતરિક રસ્તાઓની હાલાત પણ બિસમાર થયેલ છે. વર્ષો અગાઉ નાંખવામાં આવેલ પાણીની લાઈનોમાં ભંગાણ પડવાના પ્રશ્નો કાયમી બનેલાં જોવાં મળ્યાં છે. પરંતુ નવી નાંખવામાં આવેલી પાઈપોમાં પણ ફોર્સથી પાણી આવવાને કારણે લિકેજ કે ભંગાણ થતાં શહેરીજનોને હજુ પણ 24 કલાક પાણી મેળવવા માટે રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી પાઇપ લાઇનમાં ટેસ્ટિંગ કરવા દરમિયાન વધુ પડતાં ફોર્સથી જ પાણી છોડીને ચકાસણી કરવામાં આવતી હોય...

મ્યુનિ.એ 2 દિવસ ઓરેન્જ, 3 દિવસ યલો એલર્ટ આપી:આજથી બે દિવસ 43થી 45 ડિગ્રી ગરમી રહેવાનું એલર્ટ

મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. અર્થાત્ ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ માટે યલો એલર્ટ એટલે કે પારો 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. શનિવારની સરખામણીએ ગરમી વધુ 1.1 ડિગ્રી ઘટી 43.3 ડિગ્રીએ પહોંચી હતી. છેલ્લા 3 દિવસમાં 3.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસમાં પવનની દિશા બે વાર બદલાઈ છે. રવિવારે પણ પવનની દિશા બદલાઇને પશ્ચિમી પવનો શરૂ થતાં ગરમીનો પારો 1 ડિગ્રી ઘટ્યો છે. તેમજ છેલ્લાં 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે.પરંતુ, રવિવારે ભેજનું પ્રમાણ વધતાં દિવસ દરમિયાન બફારાથી લોકો પરેશાન થયાં હતા. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સવારથી શરૂ થયેલાં પશ્ચિમી પવનોની અસરથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સાંજ પડતાં શરૂ થયેલાં 10થી 15 કિલોમીટરની ગતિના પવનોને કારણે વાતાવરણમાં બફારો ઘટ્યો હતો. પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. સ...

કુદરતી ખેતી ક્ષેત્રે રાજ્યપાલના કાર્યની પ્રશંસા કરી:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લીધી; ગુરુદેવ રવિશંકરને મળ્યા હતા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ રવિશંકરને મળવા આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લીધી હતી. ગુરુદેવે કુદરતી ખેતી ક્ષેત્રે રાજ્યપાલ કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી હતી. આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે સત્સંગ દરમ્યાન ગુરુદેવે કહ્યું, "કુદરતી ખેતીથી શરીર તંદુરસ્ત રહેશે, પૃથ્વી ફળદ્રુપ રહેશે અને સમાજને રોગોથી મુક્તિ મળશે." "મેં કુરુક્ષેત્રથી શરૂઆત કરી હતી જ્યાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ હતું અને અહીં મને કહેવામાં આવ્યું હતું કે તાપમાન 28 ડિગ્રી છે. આ બધું ગુરુદેવ દ્વારા આશ્રમની આસપાસ ઉગાડવામાં આવેલા જંગલોને કારણે છે. આ આશ્રમમાં આવ્યા પછી હું ખૂબ જ અભિભૂત છું," રાજ્યપાલે વધુ માં ઉમેર્યુ કે, "મને આ વાતાવરણમાં સમય વિતાવવાનો આનંદ મળ્યો, જેમાં કુદરતે પ્રકૃતિ માટે જે નિર્ધારિત કરી હોય તેટલી જ શુદ્ધતા છે. આ પૃથ્વી પર ગુરુદેવના અભીગમ સાથે કરોડો ભક્તો આગળ આવી રહ્યા છે તે આ પૃથ્વી પરનો એક મહાન લહાવો છે." તેમણે એ વિશે પણ વાત કરી કે આજે કેવી રીતે વૈજ્ઞાનિકો વાતાવરણ માં પરિવર્તન વિશે ચેતવણી આપી રહ્યા છે, પ...

માંકડી ડેમમાંથી રાયગઢના યુવાનની લાશ મળી:બાઈક લઈને બે દિવસ પહેલાં યુવાન ઘરેથી નીકળી ગયો હતો, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાઇ છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામનો યુવાન બે દિવસ પહેલાં ગુમ થયો હતો. જેની લાશ આજે માંકડી ડેમમાંથી મળી આવી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના રાયગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય આશિષકુમાર બિસનભાઈ ઓડ જે બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે પરત આવ્યો ન હતો. જેને લઈને તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ પત્તો ના લાગતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન રવિવારે બપોરના સમયે પોલીસને જાણ થઇ હતી કે માંકડી ડેમમાં મૃતદેહ તરતો જોવા મળે છે અને ડેમ નજીક એક બાઈક પણ છે. જેને લઈને ગાંભોઈ પોલીસે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી નાવડીની મદદથી તરતો મૃતદેહ બહાર કાઢીને ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઘરેથી બાઈક લઈને ગયો હતો જે ઘરે નહિ આવતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી. આજે ગુમ ...

રહીશો પરેશાન:છાપરા રોડ પર ડ્રેનેજ લાઈન તૂટતા ગંદા પાણીથી 15 પરિવારના આરોગ્યને ખતરો

નવસારીના છાપરા રોડ પાસે આવેલ સૂર્યા બંગલો પાસે આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તૂટી જતાં તેને રિપેર કરવા માટે સ્થાનિકોએ પાલિકામાં બે વાર જાણ કરી છતાં કોઈ પરિણામ ન આવતા ગંદા પાણીની દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બાળ અને વૃદ્ધોના આરોગ્ય સાથે ખતરો હોય વહેલી તકે આ લાઈન રીપેર થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. નવસારીના સૂર્યા બંગલો પાસે બે માસ અગાઉ પાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાંખવામાં આવી હતી. આ લાઈન તૂટી જતાં ગટરનું ગંદુ પાણી સૂર્યા બંગલોની આસપાસ આવેલી વાડીઓમાં ભરાઈ રહ્યું છે. જેના કારણે 15થી વધુ પરિવારના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ બાબતે પાલિકામાં સ્થાનિક અગ્રણી પ્રશાંતભાઈ નાયકે મૌખિક ફરિયાદ કરી હતી. જેને લઇ પ્રથમ વખત આવીને સફાઈ કરી હતી. જેમાં ત્રણ ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારબાદ પણ લાઈન રિપેર ન થતાં લોકો કાયમી તકલીફ ભોગવી રહ્યાં છે. સમસ્યાના નિકાલનો પ્રયાસ કરાશે એકવાર ફરિયાદ આવી ત્યારે કોન્ટ્રાક્ટરે કામ કર્યું હતું. વરસાદી લાઈન તૂટેલ હોય આ બાબતે સોમવારે સંલગ્ન વિભાગમાં જાણ કરીને સમસ્યાનો નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.> શશીભાઈ પટેલ, એન્જિનિયર, નવસારી વિજલપોર પાલિકા ...

4 જૂનની તૈયારી:વલસાડમાં લોકસભા બેઠકની 24 રાઉન્ડમાં મતગણતરી‎

7 મેના રોજ વલસાડ લોકસભા‎બેઠકના મતદાન બાદ 4 જુને‎વલસાડમાં ચૂસ્ત પોલીસ‎બંદોબસ્ત વચ્ચે ઇજનેરી કોલેજ‎ખાતે યોજાનારી મતગણતરી માટે‎જિલ્લા ચૂંટણી તંત્રએ તૈયારીઓ‎શરૂ કરી દીધી છે. મતગણતરી કેન્દ્ર‎ખાતે 24 રાઉન્ડમાં મતગણતરીની‎પ્રક્રિયા હાથ ધરાશે.‎ આગામી 4થી જૂને થનાર મત‎ગણતરીની તૈયારીઓ જિલ્લા‎ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં‎આવી રહી છે. વલસાડ જિલ્લામાં‎સૌથી વધુ મતદાન મથકો ડાંગ‎વિધાનસભા મત વિસ્તાર માં 329‎મતદાન મથકો આવ્યા છે. સૌથી‎ઓછા પારડી વિધાનસભા બેઠક‎ઉપર 243 મતદાન મથકોનો‎સમાવેશ થાય છે. વલસાડ‎લોકસભા બેઠક ઉપર 2006‎મતદાન મથકો ઉપર કુલ‎13,52,413 મતદારોએ મતદાન‎કરતાં કોંગ્રેસ ભાજપ સહિત 7‎ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય‎EVMમાં સીલ થયું હતું.‎વલસાડ-ડાંગ લોકસભા મત‎વિસ્તારના 7 વિધાનસભા બેઠકો‎ઉપર રાઉન્ડવાર મતગણતરી‎કરવામાં આવશે. 1 રાઉન્ડમાં 14‎EVMની મતગણતરી‎વિધાનસભા મત વિસ્તાર મુજબ‎કરવામાં આવશે. મતગણતરીના‎આંકડા RO દ્વારા રાઉન્ડ મુજબ‎જાહેર કરાશે.‎ ગુજરાતમાં સૌથી વધુ મતદાન‎વલસાડ લોકસભા બેઠક ઉપર‎72.71% મતદાન નોંધાયું હતું.‎જેમા 13,52, 413 મતદારોએ‎મતાધિકારનો ઉપયોગ કર્યો‎હતો. વલસાડ લોકસભા બેઠક‎ઉપર કુલ 2006 મતદાન મથકો‎પૈકી ...

8 દિવસથી ડબ્બા ટ્રેડિંગ બંધ:ચૂંટણીના પરિણામો પછી શરૂ થશે

ડબ્બા ટ્રેડિંગ શેર બજારનું એક પ્રકારનું પ્રોક્સી ટ્રેડિંગ છે. આ ગેરકાયદે અને બનાવટી સ્ટોક ટ્રેડિંગ છે જે સ્ટોક એક્સચેન્જોની બહારથી સંચાલિત થાય છે. ડબ્બા ટ્રેડિંગમાં પણ શેર બજારની જેમ જ એ વાત પર દાવ લગાવીને પૈસા કમાવવામાં આવે છે કે બજાર આગળ કઇ દિશામાં જઇ શકે છે. લોકસભાની ચૂંટણી યોજાતા કેન્દ્ર સરકારમાં હવે બીજેપી કે ઇન્ડિ એલાઇન્સ માંથી કઈ સરકાર આવે છે તેના ઉપર શેર બજાર નો આંક ઉપર જશે કે નીચે તેનો આધાર છે. શેર માર્કેટના કાયદેસર વ્યવસાયની સમાંતર ચાલતા ડબ્બા ટ્રેડિંગમાં આ જ કારણસર આઠ દિવસથી વેપાર બંધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ 4 જૂનના મતગણતરી બાદ જે સરકાર સત્તા પર આવશે તે પરથી તેલ અને તેલની ધાર જોઈને આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ 10 જૂને ડબ્બો ચાલુ થાય તેવી શક્યતા બતાવે છે. ત્યારે આ ગેરકાયદેસર વેપાર કરતા ટ્રેડર્સ કેન્દ્ર સરકારની નીતિ અને રીતિ આધારિત સોદાઓ કરતા થશે તેને 15 થી 20 દિવસ લાગી જશે તેવું સૂત્રો કહે છે. કોઇ ટેક્સ ભરવાનો ન હોવાથી સરકારને કરોડોનો ચૂનો જો શેર બજારના કાયદેસરના કારોબારને જોઇએ તો જ્યારે કોઇ રોકાણકારને શેર કે કોમોડિટી માર્કેટમાં રોકાણ કરવાનું હોય છે તો તે કોઇ બ્રોકર સાથે...

ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું:બેડમિન્ટન ડબલ્સમાં ડીસાના યુવકોએ રાજ્યની ટીમોને હરાવી

ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાજ્યની હાઈએસ્ટ લેવલની બેડમિન્ટન ડબલ ટુર્નામેન્ટમાં ડીસાના બે યુવકોએ મહાનગરોની ટીમોને હરાવી સિલ્વર મેડલ મેળવી સમગ્ર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડીસા જાણીતા તબિબ ડૉ. વિનય પઢિયાર અને બેડમિન્ટન ખેલાડી પંકજ માધવાણીએ ગુજરાત રાજ્યની સૌથી હાઈએસ્ટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ 2024 જે બરોડામાં યોજાઈ હતી. તેમાં સમગ્ર રાજ્યમાં બેડમિન્ટન ડબલ્સમા બીજા નંબરે આવી સિલ્વર મેડલ મેળવ્યો છે. ડો. વિનય પઢિયાર અને પંકજ માધવાણીએ ગાંધીનગર રાજકોટ અને જામનગર જેવી ટીમો કે જ્યાં ખેલાડીઓ માટે સારા મેદાન અને સારા કોચ હોય છે એમને હરાવી આ સિધ્ધિ હાંસલ કરી છે. ડીસા જેવા નાના શહેરમાં જ્યાં કોચ અને બીજી સગવડના હોવા છતાં મેટ્રો શેહરના ખેલાડીઓને હરાવી આ સિધ્ધિ મેળવી ડીસા શહેરનું નામ સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ઉજ્વળ કર્યું છે. બંનેની જોડીને ડીસા સ્પોર્ટ ક્લબ ડીસા સ્પોર્ટ એકેડેમી સહિત રમતગમત સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા હતા. http://dlvr.it/T7P86M

જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર:હીટવેવની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો સવારે 9ઃ30 કલાકે કાર્યરત થશે, વિવિધ સ્થળોએ મંડપ - પાણીની સુવિધા ઉભી કરાશે

હીટ વેવની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે આવશ્યક તમામ પગલાં ભરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે. જેના પગલે સોમવારથી લોકોને ગરમીમાં રાહત મળે અને વહીવટી કામ સરળતાથી થઈ શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લામાં તમામ તાલુકા અને કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રનો સમય સવારના 9:30 વાગ્યાથી કરવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ મંડપ - પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે ઉનાળાની ગરમીએ રેકોર્ડ બ્રેક કર્યો હોય તે પ્રકારે આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. ત્યારે ગરમીનો પારો ગુરુવારે 46 અને શુક્રવારે 45.5 ડિગ્રીએ પહોંચી જતા સીઝનના સૌથી ગરમ દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો હતો. એજ રીતે આજે પણ આકરી ગરમીમાં નગરજનો શેકાયા હતા. વૈશાખ માસના પ્રારંભથી ઉનાળાની મોસમની ગરમી આક્રમક બની હોય એ પ્રકારે તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો થવાથી કાળઝાળ ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.તાપમાનમા વધારો થવાથી છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે જેનાં પગલે જિલ્લા કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સાથે આ સંદર્ભે બેઠક કરી હતી. એટલું ...

ભાસ્કર ફોલોઅપ:નવા જંત્રી દર લાગુ થવાને પગલે બિલ્ડર લોબી, મકાન લેવા ઇચ્છુકોમાં ઉચાટ

કચ્છ સહિત રાજ્યમાં તા.15-04-2023થી બમણા જંત્રી દર લાગુ કરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને ત્યારબાદ સરવે વિવિધ ટીમો મારફતે સરવે કરાયો હતો. જેનો આખરી અહેવાલ ગાંધીનગર કક્ષાએથી આવવાનો બાકી છે ત્યારે આગામી ઓગસ્ટ મહિનાથી નવા જંત્રી લાગુ થવાની શક્યતા વચ્ચે કચ્છમાં રીયલ એસ્ટેટ સહિત બિલ્ડર લોબીમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. તા.15-04-2023થી બમણા જંત્રી ભાવ લાગુ કરાતાં કચ્છના જમીન, મકાનના ધંધાર્થીઓ તેમજ મિલકત ખરીદવાનું આયોજન કરીને બેઠેલા લોકોમાં સોંપો પડી ગયો હતો. ત્યારબાદ કચ્છના સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર દ્વારા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં ચાલતા બજાર ભાવ મુજબ જે-તે વિસ્તારમાં જઇને સ્થાનિક સરપંચો, અગ્રણીઓનો અભિપ્રાય મેળવીને સ્થાનિક સ્થિતિ, બજાર ભાવ મુજબ ભાવ નિર્ધારીત કરવા માટે સરવે કામગીરી આદરી હતી. મામલતદાર કક્ષાએથી કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાંથી નેશનલ, સ્ટેટ હાઇવે પસાર થતો હોય, બિનખેતીના વિવિધ હેતુ પૈકી ઔદ્યોગિક, વાણિજ્ય, રહેણાંક, પિયત જમીન, બિન પિયત જમીન, ખુલ્લી જમીન, લોર્ડ બેરીંગ સ્ટ્રક્ચર, કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા, બેન્ક, હોસ્પિટલ, નર્સિંગ હોમનું મૂલ્યાંકન, આર્થિક રીતે નબ...

પરંપરા:દ્વારકાના ગોમતી ઘાટ પર ચુંદડી મનોરથ‎

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ‎જગત મંદિરમાં સેવા‎પૂજા-યજમાનવૃત્તિ કરનાર‎ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા‎મંડળ દ્વારા વૈશાખ સુદ‎પૂર્ણિમાના દિવસે ભવ્ય ચુંદડી‎મનોરથ ઉજવવામાં આવ્યો‎હતો.દ્વારકાધીશ જગત મંદિરના‎સ્વર્ગદ્વાર 56 સીડી પાસે‎ગોમતીઘાટ પરના ગોમતી‎મંદિરથી સામેના ઘાટ પંચ તીર્થ‎સુધીની માં ગોમતીને ચુંદડી‎અર્પણ કરવામાં આવી હતી.‎ આ પ્રસંગે ગુગ્ગુળી બ્રાહ્મણ‎જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ સહિત‎કારોબારી સદસ્યો તેમજ મહિલા‎મંડળ સદસ્યો વિશેષ ઉપસ્થિત‎રહ્યા હતા.ગોમતી મંદિરમાં‎ચુંદડીનું વિધિવિધાનથી પૂજન ‎‎કરી ગોમતીઘાટ પર ગોમતી ‎‎માતાની આરતી કર્યા બાદ‎ગોમતી નદી પર લગભગ 35 ‎‎જેટલી સાડીઓ સાથે એકત્ર કરી ‎‎ચુંદડી મનોરથ ઉજવવામાં‎આવ્યો હતો.‎ ગોમતી મંદિરના પૂજારી ‎‎ચંદ્રેશભાઇ દ્વારા ચુંદડી મનોરથનું ‎‎મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. ‎‎અત્રે ઉલ્લેખનીય છે કે,આ પરંપરા ‎‎ગંગાજી, યમુનાજી, નર્મદાજી‎વગેરે સ્થાનો પર પૌરાણિક‎કાળથી ચાલી રહી છે ત્યારે‎દ્વારકામાં દ્વારકા પૂર્વ ‎‎શારદાપીઠાધીશ્વર બ્રહ્મલીન ‎‎શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ‎‎સરસ્વતીજી મહારાજની‎આજ્ઞાથી આ પરંપરાની શરૂઆત‎કરવામાં આવી છે.‎ http://dlvr.it/T7Mfk2

રજૂઆત:સ્માર્ટ મીટર લગાવતા પહેલા જુના મિટરનું અલગ બીલ આપો

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્માર્ટ મીટર લગાવતા પહેલા જુના સ્ટેટેસ્ટિકલ મિટરનું અલગ બીલ આપવા અંગે પી.જી.વી.સી.એલ.નાં મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. જ્યાં-જ્યાં સ્માર્ટ મીટરો લાગવામાં આવે છે ત્યાં-ત્યાં ગ્રાહકો દ્વારા આ પ્રી-પેઈડ મીટરમાં વધારે રકમનું બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવેલ છે. ચેમ્બર દ્વારા આ પત્રમાં જણાવવામાં આવેલ છે કે જુના સ્ટેટેસ્ટિકલ મીટરનું બીલ પ્રી-પેઈડ મીટરમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે તો એક દિવસમાં પ્રી-પેઈડ મીટરનુ રિચાર્જ સમાપ્ત થાય છે. તેથી જો સ્ટેટેસ્ટિકલ મીટરનું અલગ બીલ આપવામાં આવે તો ગ્રાહકોને આ બાબતે કોઈ મુંઝવણ રહેશે નહિ. આ ઉપરાંત ચેમ્બર દ્વારા પી.જી.વી.સી.એલ.ને પાઠવેલ પત્રમાં સૂચન કરવામાં આવેલ છે કે વીજ કંપની દ્વારા ગુજરાતની તમામ ચેમ્બરને સાથે ...

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:ગોરવા વિસ્તારમાં કાકા ઉપર ચાકુથી હુમલો કરનાર ભત્રીજો ઝડપાયો, રણોલી પાસે અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરાના ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો કરનાર આરોપીને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. બીજી તરફ રણોલી ચોકડીથી પદમલા ગામ વચ્ચે અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ભત્રીજાએ કાકાની હત્યાનો પ્રયાસ કર્યો વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતા રાજનગીરી લાલબાબુગીરી (ઉ.44)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું 23 મેના રોજ બપોરના 3 વાગ્યે મારી શાકભાજીની લારી પર હાજર હતો, તે વખતે મારો ભત્રીજો આરોપી કિશનગીરી સુનિલગીરી ત્યાં આવ્યો હતો અને તેના પિતા સુનિલગીરી પાસે વાપરવા માટ પૈસાની માંગણી કરી હતી. તેના પિતાએ પૈસા આપવાની ના પાડતા કિશને મને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો અને થોડીવાર પછી આરોપી કિશનગીરી ધારદાર ચપ્પું લઇને આવ્યો હતો અને ગંદી ગાળો આપીને મારા પેટ અને કમરના ભાગે ચપ્પુના બે ઘા માર્યા હતા. આ સમયે મારા બહેન ગીતાબેન છોડાવવા જતા તેમને પણ ચપ્પુ મારવા જતા તેઓ નીચે પડી ગયા હતા. આ દરમિયાન મારો ભાણિયો સૌરવગીરી તેઓને બચાવવા પડતા સૌરવને પણ ચપ્પુના ઘા માર્યા હતા અને ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે ...

વડોદરા સમાચાર:વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરવાનો સમય વહેલો કરાયો, શ્રમયોગીઓને છાશનું વિતરણ કરાયું

વડોદરા જિલ્લામાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું કે, મનરેગાના શ્રમયોગીઓને રાહત આપવા માટે હવે સવારે 6 વાગ્યાથી બપોરના 11 વાગ્યા અને સાંજના 4થી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું જિલ્લામાં હાલમાં 174 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો ચાલી રહ્યા છે અને તેમાં 1995 શ્રમયોગીઓ જોડાયા છે. આકરા ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને કામના સ્થળે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કામનો સમય વહેલો કરવામાં આવતા શ્રમયોગીઓને ખાસ રાહત થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની મનરેગા હેઠળ રોજગારીની તારીજ જોઇએ તો અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1,24,347 પરિવારોના 2,35,204 સભ્યોની નોંધણી થઇ છે. તેમાંથી 3,438 પરિવારના 4,571 વ્યક્તિએ કામની માંગણી કરી છે. હાલમાં 1995 વ્યક્...

ભાસ્કર વિશેષ:બાળકોમાં ડિહાઈડ્રેશન ટાળવા ORSનું સેવન જરૂરી

કાળઝાળ ગરમી સાથે ભારત ખાસ કરીને બાળકોમાં ડિહાઈડ્રેશનને નાથવા માટે ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. ભારતમાં અતિસાર બાળકોમાં મરણાધીનતાનું ત્રીજું મુખ્ય કારણ છે. ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ (ઓઆરએસ) મહત્ત્વપૂર્ણ ઔષધિ હોવા છતાં તાજેતરનો એનએફએચએસ-5 ડેટા દર્શાવે છે કે અતિસારથી પીડાતા ફક્ત 60.6 ટકા બાળકોને ઓઆરએસ પ્રાપ્ત થાય છે, જે વધુ જાગૃતિ અને યોગ્ય ઉપયોગિતાની જરૂર આલેખિત કરે છે. નાનાવટી મેક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈના પેડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટરોલોજી, હેપાટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર શ્રી વિભોર બોરકરે અતિસાર અને ડિહાઈડ્રેશનથી પીડાતા બાળકોના ઉપચારમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “અતિસારથી પ્રવાહી ઝડપથી ઓછું થાય છે, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન પેદા થાય છે અને ડિહાઈડ્રેશન પેદા થાય છે. ઓઆરએસ સરળ છતાં શક્તિશાળી સમાધાન છે, જે ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સની ખાધ પરી કરીને ગૂંચ નિવારે છે અને ઝડપી રિકવરી કરે છે. અત્રે નોંધનીય છે કે ઓઆરએસ અસરકારક હોવા સાથે સુરક્ષિત પણ છે....

ભક્તોનો ધસારો:બદ્રી-કેદારનાથમાં 13 દિવસમાં રાજ્યના દોઢ લાખ લોકો પહોંચ્યા, 70% રજિસ્ટ્રેશન વગર જ જાય છે

10મેના રોજ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધારે આ વર્ષે ભક્તો દર્શન કરવા પહોંચ્યાં હતા. બદ્રિશપંડા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સુધારકર બાબુલકરના જણાવ્યા અનુસાર દર વર્ષે બદ્રીનાથમાં સૌથી વધારે ભક્તો આવે છે, ત્યારે આ વર્ષે બદ્રીનાથની જગ્યાએ કેદારનાથમાં ભક્તોનો ધસારો જેવા મળી રહ્યો છે. કેદારનાથમાં માત્ર 13 દિવસમાં 2.86 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. ગત વર્ષે 6 મહિનામાં 8 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો, ત્યારે બદ્રીનાથમાં ગત વર્ષે 10 લાખ લોકોએ દર્શન કર્યાં હતાં, જે 13 દિવસમાં 1 લાખ ઉપર આંકડો પહોંચી ગયો છે. હાલની સ્થિતિમાં સર્જાયેલી અવ્યવસ્થા પાછળનું એક કારણ છે કે 70% લોકો રજિસ્ટ્રેશન વગર આવી રહ્યા છે. કેટલા લોકો ફેક એજન્ટનો ભોગ બનતા હોવાથી હેરાન થઈ રહ્યાં છે. દર્શન માટે આવતાં ભક્તોનો આંકડો દિવસે અને દિવસે વધી રહ્યો છે. આ સાથે મોબાઈલથી ફોટોગ્રાફી અને રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બદ્રીનાથ મંદિર પરિસરમાં રીલ બનાવતા 15 લોકોને 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં યાત્રા પર આવેલા 42 લોકોના મોત થયાં છે. યાત્રા 6 મહિના ચાલવાની છે, લોકો શાંતિથી આવો:...

લગ્ન જીવનના વિવાદનો વિચિત્ર કિસ્સો:પત્નીને છોડી પ્રેમિકા સાથે લિવઇનમાં રહેતા પતિનો ભાંડો ફૂટ્યો, પત્ની-પ્રેમિકાએ ભેગા મળી માર માર્યો

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. 2012ના વર્ષમાં રેલવે કર્મચારી અને તેની પત્ની વચ્ચે લગ્ન સંબંધી વિવાદ સર્જાયો હતો. જેથી પત્નીએ તેની સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટ કેસ દરમ્યાન પતિ મહિલા નર્સ સાથે પરિચયમાં આવ્યા હતા અને ઘરના કંકાસની તમામ વાતો કરીને નર્સ સાથે સંબંધ વધાર્યા હતા. તેણે નર્સ પાસેથી સહાનુભૂતિ મેળવવા ખોટું બોલીને એવું જણાવ્યું હતું કે તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. રેલવેમાં નિયમિત અપડાઉન કરતી નર્સ સાથે રોજે મળવાનું થતા તેણે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નર્સને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે પછી નર્સે લિવ ઇન રિલેશનશિપનો કરાર કર્યો હતો. પતિ તરફથી એડવોકેટ પીયૂષ લાખાણીએ કોર્ટમાં એવી દલીલ કરી હતીકે, લગ્નની જેમ જ સાથે રહેતા થોડા સમય પછી રેલવે કર્મચારીએ નર્સ પ્રેમિકા પાસેથી સોનાના દાગીના પોતાના બેંકના લોકરમાં મૂકી દેવા કહ્યું હતું. ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન થવાના હોવાના વિશ્વાસે નર્સે તમામ દાગીના તેના બેંક લોકરમાં મૂકવા આપી દીધા હતા...

નર્સનો ટીટી પર દુષ્કર્મ, છેતરપિંડીનો કેસ:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે યોગ્ય પુરાવાના અભાવે શંકાનો લાભ આપી આરોપીને છોડી મૂક્યા

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે વર્ષ 2012માં રાજકોટ રહેતા એક ટ્રેનના ટિકિટ ચેકર અને તેના પરિવાર સામે અમદાવાદ સોલા સિવિલ ખાતે તે વખતે ફરજ બજાવતી એક નર્સે આઇપીસીની કલમ 406, 420, 376, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધાવ્યો હતો. કેસ સેશન્સ કમીટ થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની ટ્રાય ચાલી હતી. જેમાં જજ જે.ટી. શાહે ચુકાદો આપતા આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. ફરિયાદી રજાઓમાં માતાને મળવા સુરેન્દ્રનગર જતી હતી કેસને વિગતે જોતા આરોપી અને ફરિયાદી બંને 40 વર્ષથી વધુની વયના હતા. સોલા સિવિલમાં ફરજ બજાવતી નર્સ અમદાવાદના સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી. તે પોતાની માતાને મળવા અઠવાડિયાના અંતે રજાઓમાં સુરેન્દ્રનગર જતી હતી. જ્યાં તેની મુલાકાત ટિકિટ ચેકર સાથે થતી હતી. ફરિયાદી મહિલાએ છૂટાછેડા લીધેલા હતા. જ્યારે ટિકિટ ચેકરે પણ પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું કહ્યું હતું. આરોપીના પરિવાર સાથે ફરિયાદી યાત્રાએ ગઈ હતી બંને એકબીજાની ઓળખમાં આવતા આરોપીના પરિવાર સાથે ફરિયાદી યાત્રાએ ગઈ હતી. ત્યાંથી પરત આવતા આરોપીના કુટુંબીજનોની હાજરીમાં આરોપીએ ફરિયાદીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. યા...

રાજકોટની શેરીઓને જર્મન સ્ટ્રીટ જેવી ડેવલોપ કરાશે:કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે 5 રાજ્યોના 9 શહેરની કરી પસંદગી, મનપા અને એજન્સી દ્વારા કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ વિષય પર વર્કશોપ યોજ્યો

જર્મનીની એજન્સીના સમર્થન સાથે આવાસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર કવોલિટી, ક્લાઇમેટ એકશન અને એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનિકલ સહયોગ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના પાંચ રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસંદ કરેલા 9 શહેરોમાં લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા કમ્પ્લિટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરીજનોને નવી-નવી સુવિધાઓ આપવા વિચારણા આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેઝીક સુવિધાઓ જેવી કે, ગટર, પાણી અને ડ્રેનેજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જ છે. સાથોસાથ હવે અર્બનાઈઝેશન (શહેરીકરણ)ના વધતા જતા પ્રમાણ અંગે પણ વિચાર કરવો જરૂરી છે. રાજકોટ મનપા દ્વારા પણ શહેરીજનોને સુગમતા અને આવશ્યક એવી નવી-નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા ...

વધુ એક હૃદય ધબકતું બંધ થયું:ખંભાળિયાના વધુ એક વિપ્ર યુવાનનું હૃદયરોગના કારણે મૃત્યુ

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ જીવણલાલ રાજ્યગુરુ (મૂળ જુના વિરમદળ વારા) નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે સુતા હતા. ત્યારે એકાએક તેમનો શ્વાસ રૂંધાવવા લાગતા તેમને મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતા. આ બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈ રજનીકાંત લાલજીભાઈ રાજ્યગુરુ (ઉ.વ.40)એ અહીં પોલીસની કરી છે. ચાર દિવસમાં વધુ એક વિપ્ર યુવાનનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના આ બનાવે બ્રહ્મ સમાજ સાથે સમગ્ર શહેરમાં શોક સાથે પ્રસરાવી છે. http://dlvr.it/T6M3Zg

મતદાન કરવા અપીલ:લોકસભાની ચૂંટણીમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ પાટણ જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાન શપથ ગ્રહણ, રંગોળી સ્પર્ધા, મહેંદી, શેરી નાટક વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી હોતા જિલ્લાના વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ઝીલીયા આશ્રમના સંચાલક અને પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, બંધારણમાં આપણે સૌને જે હકો અને ફરજ આપવામાં આવ્યા છે તેમાં સૌથી મોટો હક છે મત આપવાનો હક. લોકશાહીમાં લોકોની ભાગીદારી જરૂરી છે. હાલમાં આપણા દેશમાં ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે. તેથી ઝીલીયા આશ્રમના સંચાલક અને લોકસેવક તરીકે મારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણને જે હક મળ્યો છે તેનો આગામી 7મી મેના રોજ ઉપયોગ કરીએ. જેમ આપણે આપણા ધાર્મિક અને સામાજીક પ્રસંગો ઉજવીએ છીએ એમ જ ઉમળકાભેર મતદાન કરીને આ મહાપર્વને ઉજવીએ. પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વયો...

આયુષ્માન કાર્ડ યોજનાનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુનાહિત ષડયંત્ર:તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડૉક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવી લીધા

ઈમરાન હોથી આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા એક તબીબનાં કાળા કરતૂતો બહાર આવ્યાં છે. નવજાતને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરાવાતા હોવાનું કારસ્તાન દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી. આ જ બાબતનો ફાયદો રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મશરૂએ ઉઠાવ્યો છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રીફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો છે. પરિવાર પ...