Skip to main content

મતદાન કરવા અપીલ:લોકસભાની ચૂંટણીમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ પાટણ જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. મતદાન શપથ ગ્રહણ, રંગોળી સ્પર્ધા, મહેંદી, શેરી નાટક વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી હોતા જિલ્લાના વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા ખ્યાતનામ લોકો જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ ઝીલીયા આશ્રમના સંચાલક અને પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, બંધારણમાં આપણે સૌને જે હકો અને ફરજ આપવામાં આવ્યા છે તેમાં સૌથી મોટો હક છે મત આપવાનો હક. લોકશાહીમાં લોકોની ભાગીદારી જરૂરી છે. હાલમાં આપણા દેશમાં ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે. તેથી ઝીલીયા આશ્રમના સંચાલક અને લોકસેવક તરીકે મારી તમામ નાગરિકોને અપીલ છે કે આપણને જે હક મળ્યો છે તેનો આગામી 7મી મેના રોજ ઉપયોગ કરીએ. જેમ આપણે આપણા ધાર્મિક અને સામાજીક પ્રસંગો ઉજવીએ છીએ એમ જ ઉમળકાભેર મતદાન કરીને આ મહાપર્વને ઉજવીએ. પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વયોવૃદ્ધ અને શારીરીક રીતે અશક્ત લોકો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી મતદાનના દિવસે થોડો સમય ફાળવીને અવશ્ય મતદાન કરીએ.


http://dlvr.it/T6Llg5

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6