રાજકોટ ગેમ ઝોનમા અગ્નીકાંડથી અનેક લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે હવે રાજય સરકાર દ્વારા કલેકટરોને જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કરાયો હોય જેને પગલે આજે અમરેલીમા ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર, પાલિકા, પીજીવીસીએલ સહિત ટીમ દ્વારા સંયુકત રીતે ચેકીંગ હાથ ધરાયુ હતુ અને એક કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરવામા આવ્યું હતુ. જયારે ધારીમા તંત્ર દ્વારા ત્રણ રીસોર્ટને સીલ કરી દેવાયા હતા. ધારીમા પ્રાંત અધિકારી એચ.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અક્ષય વ્યાસ, રેવન્યુ તલાટી, પુરવઠા સ્ટાફ, સર્કલ ઓફિસર સહિત ટીમ દ્વારા ધારી આસપાસ રીસોર્ટમા ચેકીંગ હાથ ધરાયુ હતુ. અહી લીયોનીયા, ગીર રીટ્રીટ, ધ લેકવ્યું નામના રીસોર્ટમા ફાયર એનઓસી તેમજ ફુડ એન્ડ ડ્રગ્સનુ લાયસન્સ ન હોય ત્રણેય રીસોર્ટને સીલ મારી દેવાયા હતા. આ ઉપરાંત લાયન ડેન, ઉતમ ફાર્મ, અર્જુન રીસોર્ટ સહિતના રીસોર્ટમા મોડી રાત સુધી ચેકીંગની કામગીરી ચાલુ રાખવામા આવી હતી. રાજુલામાં ઠેર-ઠેર NOC વગર બિલ્ડીંગો ધમધમે છે રાજુલામાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલી ખાનગી બેંકો તથા 10 જેટલી હોટલો ખુલી છે. પરંતુ આ તમામ પાસે ફાયર એનઓસી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. છતાં પણ તંત્ર આ અંગે મૌન ધારણ કરી લીધું છે. અહીં કોઈ જ પ્રકારની લોકોની સેફટી નથી. અહીં દિવસમાં અનેક લોકો આવતા હોય છે. અહીં ફાયર એનઓસી છે કે નહી તે પણ તપાસ કરવામા આવતુ નથી. ફાયર ઓફિસરે કહ્યું, એનઓસી ન હોય તે તમામ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરાશે ફાયર ઓફિસર એચ.સી.ગઢવીએ જણાવ્યુ હતુ કે આજે એક કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયુ છે. આગામી દિવસોમા એનઓસી ન હોય તે તમામ બિલ્ડીંગ સીલ કરાશે. આ ઉપરાંત સરકારી કચેરીમા પણ ફાયર સેફટીની સુવિધા ન હોય ત્યાં ગ્રાંટ કે જે તે પ્રક્રિયા કરી સુવિધા ઉભી કરાશે. ધારીમાં લીયોનીયા, ગીર રીટ્રીટ અને ધ લેકવ્યું રીસોર્ટ સીલ કરાયા ફાયર વિભાગ, મામલતદાર, પોલીસની સંયુકત ટીમ દ્વારા ચેકીંગ અમરેલી|અમરેલીમા આજે કમિટી મેમ્બર ફાયર વિભાગના ઓફિસર એચ.સી.ગઢવી, મામલતદાર, નાયબ એન્જીનીયર પીજીવીસીએલ, જુનિયર ટાઉન પ્લાનર સહિત ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ. શહેરની મધ્યમા આવેલ કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરી દેવાયુ હતુ. ફાયર વિભાગ દ્વારા અગાઉ તારીખ 23/2/23ના રોજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા નોટીસ પાઠવવામા આવી હતી. પરંતુ આજદિન સુધી નોટીસની અવગણના કરાઇ હતી. આ કોમ્પલેક્ષમા ખાનગી બેંક, ટયુશન કલાસીસ, ગુજરાત રાજય બિજ નિગમ કચેરી કાર્યરત હોય આખુ બિલ્ડીંગ સીલ કરી દેવાયુ હતુ. જો કે અહીના વેપારીઓમા એવો પણ કચવાટ જોવા મળ્યો હતો કે નગરપાલિકા બિલ્ડીંગને પણ ફાયર એનઓસી મુદે અગાઉ નોટીસ પાઠવાઇ હોય તેને પણ સીલ કરી દેવામા આવે. શહેરમા હજુ પણ અનેક બિલ્ડીંગો ફાયર એનઓસી વિના ધમધમતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
http://dlvr.it/T7X0qJ
http://dlvr.it/T7X0qJ
Comments
Post a Comment