Skip to main content

જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર:હીટવેવની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો સવારે 9ઃ30 કલાકે કાર્યરત થશે, વિવિધ સ્થળોએ મંડપ - પાણીની સુવિધા ઉભી કરાશે

હીટ વેવની આગાહીના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે આવશ્યક તમામ પગલાં ભરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે. જેના પગલે સોમવારથી લોકોને ગરમીમાં રાહત મળે અને વહીવટી કામ સરળતાથી થઈ શકે તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લામાં તમામ તાલુકા અને કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રનો સમય સવારના 9:30 વાગ્યાથી કરવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ વિવિધ સ્થળોએ મંડપ - પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે ઉનાળાની ગરમીએ રેકોર્ડ બ્રેક કર્યો હોય તે પ્રકારે આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. ત્યારે ગરમીનો પારો ગુરુવારે 46 અને શુક્રવારે 45.5 ડિગ્રીએ પહોંચી જતા સીઝનના સૌથી ગરમ દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો હતો. એજ રીતે આજે પણ આકરી ગરમીમાં નગરજનો શેકાયા હતા. વૈશાખ માસના પ્રારંભથી ઉનાળાની મોસમની ગરમી આક્રમક બની હોય એ પ્રકારે તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો થવાથી કાળઝાળ ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.તાપમાનમા વધારો થવાથી છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે જેનાં પગલે જિલ્લા કલેક્ટરે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સાથે આ સંદર્ભે બેઠક કરી હતી. એટલું જ નહિ તેમણે ગાંધીનગર શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. લોકોને સૂર્યના સીધા કિરણોથી રક્ષણ અને ગરમીમાં રાહત મળે એ માટે ગાંધીનગરના મહત્વના વિવિધ સ્થળોએ કોર્પોરેશન દ્વારા મંડપ બાંધવા તેમજ પીવાના પાણીની સ્થળ પર જ સુવિધા ઉભી કરવા નક્કી કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ ઉષ્મા લહેરના સામના માટે વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે હીટ વેવના પગલે શ્રમિકો કામ કરતા હોય એવી તમામ સાઈટ પર બપોરના બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી કામ બંધ રાખવા, જિલ્લામાં આંગણવાડીનો સમય સવારના સાતથી દસ વાગ્યા સુધીનો રાખવા, જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લૂ લાગવાના કિસ્સામાં ઝડપથી આરોગ્ય સેવા મળી રહે તે માટે ધનવંતરી રથ મોકલવા જેવા આવશ્યક પગલાં પણ વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.


http://dlvr.it/T7Nw62

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n