Skip to main content

કુદરતી ખેતી ક્ષેત્રે રાજ્યપાલના કાર્યની પ્રશંસા કરી:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લીધી; ગુરુદેવ રવિશંકરને મળ્યા હતા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ રવિશંકરને મળવા આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટરની મુલાકાત લીધી હતી. ગુરુદેવે કુદરતી ખેતી ક્ષેત્રે રાજ્યપાલ કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા કરી હતી. આર્ટ ઓફ લિવિંગ ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે સત્સંગ દરમ્યાન ગુરુદેવે કહ્યું, "કુદરતી ખેતીથી શરીર તંદુરસ્ત રહેશે, પૃથ્વી ફળદ્રુપ રહેશે અને સમાજને રોગોથી મુક્તિ મળશે." "મેં કુરુક્ષેત્રથી શરૂઆત કરી હતી જ્યાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ હતું અને અહીં મને કહેવામાં આવ્યું હતું કે તાપમાન 28 ડિગ્રી છે. આ બધું ગુરુદેવ દ્વારા આશ્રમની આસપાસ ઉગાડવામાં આવેલા જંગલોને કારણે છે. આ આશ્રમમાં આવ્યા પછી હું ખૂબ જ અભિભૂત છું," રાજ્યપાલે વધુ માં ઉમેર્યુ કે, "મને આ વાતાવરણમાં સમય વિતાવવાનો આનંદ મળ્યો, જેમાં કુદરતે પ્રકૃતિ માટે જે નિર્ધારિત કરી હોય તેટલી જ શુદ્ધતા છે. આ પૃથ્વી પર ગુરુદેવના અભીગમ સાથે કરોડો ભક્તો આગળ આવી રહ્યા છે તે આ પૃથ્વી પરનો એક મહાન લહાવો છે." તેમણે એ વિશે પણ વાત કરી કે આજે કેવી રીતે વૈજ્ઞાનિકો વાતાવરણ માં પરિવર્તન વિશે ચેતવણી આપી રહ્યા છે, પરંતુ ગુરુદેવ પાસે દૂરંદેશી હતી અને તેમણે ઘણા સમય પહેલા જ અન્ય લોકોને તૈયાર કરીને તેના પર પગલાં લઈને પુનઃવનીકરણ અને સ્વચ્છતા સાથે નદીઓને બચાવવાની શરૂઆત કરી હતી. તેમણે રાસાયણિક ખેતી થી લોકોના આરોગ્ય પર જોખમો અને હિંસા પર તેની નિર્ભરતાની તુલનામાં અહિંસા પર આધાર રાખતી કુદરતી ખેતી વિશે વાત કરી. ભારતમાં, આર્ટ ઓફ લિવિંગે 22 લાખથી વધુ ખેડૂતોને કુદરતી ખેતીની તાલીમ આપી છે. રાજ્યપાલે આણંદમાં ગુરુદેવ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરી અને તેમની મુલાકાત દરમિયાન તેમણે વારંવાર તેમના ભક્તોને અન્ય લોકો સાથે તેમની ખુશીઓ વહેંચતા જોયા હતા.


http://dlvr.it/T7QvFn

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6