લગ્ન જીવનના વિવાદનો વિચિત્ર કિસ્સો:પત્નીને છોડી પ્રેમિકા સાથે લિવઇનમાં રહેતા પતિનો ભાંડો ફૂટ્યો, પત્ની-પ્રેમિકાએ ભેગા મળી માર માર્યો
અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પશ્ચિમ રેલવેમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. 2012ના વર્ષમાં રેલવે કર્મચારી અને તેની પત્ની વચ્ચે લગ્ન સંબંધી વિવાદ સર્જાયો હતો. જેથી પત્નીએ તેની સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટ કેસ દરમ્યાન પતિ મહિલા નર્સ સાથે પરિચયમાં આવ્યા હતા અને ઘરના કંકાસની તમામ વાતો કરીને નર્સ સાથે સંબંધ વધાર્યા હતા. તેણે નર્સ પાસેથી સહાનુભૂતિ મેળવવા ખોટું બોલીને એવું જણાવ્યું હતું કે તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. રેલવેમાં નિયમિત અપડાઉન કરતી નર્સ સાથે રોજે મળવાનું થતા તેણે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નર્સને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે પછી નર્સે લિવ ઇન રિલેશનશિપનો કરાર કર્યો હતો. પતિ તરફથી એડવોકેટ પીયૂષ લાખાણીએ કોર્ટમાં એવી દલીલ કરી હતીકે, લગ્નની જેમ જ સાથે રહેતા થોડા સમય પછી રેલવે કર્મચારીએ નર્સ પ્રેમિકા પાસેથી સોનાના દાગીના પોતાના બેંકના લોકરમાં મૂકી દેવા કહ્યું હતું. ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન થવાના હોવાના વિશ્વાસે નર્સે તમામ દાગીના તેના બેંક લોકરમાં મૂકવા આપી દીધા હતા. તેના થોડા વર્ષ પછી રેલવે કર્મચારીએ એવું કહ્યું હતું કે આપણે લગ્ન પછી રાજકોટ રહેવા જતા રહીશું તેથી થોડા પૈસા આપે તો મકાન ખરીદી લઈએ. તેથી નર્સે મકાન ખરીદવા પણ પૈસા આપ્યા હતા. થોડા વર્ષો પછી આ વ્યકિતને તેની પત્ની સાથે સમાધાન થઈ ગયું હતું. પરંતુ તેની જાણ તેણે નર્સને કરી નહોતી અને વારાફરતી બન્ને સાથે રહેવા લાગ્યો હતો. અંતે એક દિવસ પતિ તેમજ લિવ ઇન પાર્ટનરનો ડબલ રોડ કરતો રેલવે કર્મચારી ઝડપાઈ જતા બંનેએ ભેગા મળી તેને ફટકાર્યો હતો. પ્રેમિકા પહેલી પત્નીના ઘરે જતાં ઘટસ્ફોટ થયો
નર્સ પ્રેમિકાને તેના પ્રેમી પર શંકા જતા તેણે એક દિવસ પીછો કર્યો હતો. તે તેના પતિની પહેલી પત્નીના ઘરે પહોચી હતી.ત્યાં તેને જાણ થઇ હતી કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે.તેની પત્ની સાથે છૂટાછેડા થયા નથી. બીજી તરફ તેની પત્નીને પણ આ મહિલા સાથેના સંબંધો વિશે જાણ થતા તેના પતિ સામે આક્રોશ ભભૂકી ઉઠયો હતો. પ્રેમિકાએ લગ્ન કરવાનું કહેતા તેણે ઇન્કાર કરી દીધો હતો.પ્રેમિકા અને પત્નીએ બન્નેએ ભેગા થઇને તેને માર માર્યો હતો. પ્રેમિકાએ દુષ્કર્મ-છેતરપિંડીની ફરિયાદ કરી
પ્રેમિકાએ આ વ્યકિત સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, તેમાં એવી રજૂઆત કરી હતી કે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને છૂટાછેડા આપ્યા હોવાનું ખોટું બોલીને લાખો રૂપિયા પડાવી લીધા છે.આ અંગે કેસ ચાલી જતા કોર્ટે પતિ-પત્ની સામેના ચાર્જમાંથી મુક્ત કર્યા હતા.
http://dlvr.it/T7JwYZ

Comments
Post a Comment