Skip to main content

ભાસ્કર ફોલોઅપ:નવા જંત્રી દર લાગુ થવાને પગલે બિલ્ડર લોબી, મકાન લેવા ઇચ્છુકોમાં ઉચાટ

કચ્છ સહિત રાજ્યમાં તા.15-04-2023થી બમણા જંત્રી દર લાગુ કરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને ત્યારબાદ સરવે વિવિધ ટીમો મારફતે સરવે કરાયો હતો. જેનો આખરી અહેવાલ ગાંધીનગર કક્ષાએથી આવવાનો બાકી છે ત્યારે આગામી ઓગસ્ટ મહિનાથી નવા જંત્રી લાગુ થવાની શક્યતા વચ્ચે કચ્છમાં રીયલ એસ્ટેટ સહિત બિલ્ડર લોબીમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. તા.15-04-2023થી બમણા જંત્રી ભાવ લાગુ કરાતાં કચ્છના જમીન, મકાનના ધંધાર્થીઓ તેમજ મિલકત ખરીદવાનું આયોજન કરીને બેઠેલા લોકોમાં સોંપો પડી ગયો હતો. ત્યારબાદ કચ્છના સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર દ્વારા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં ચાલતા બજાર ભાવ મુજબ જે-તે વિસ્તારમાં જઇને સ્થાનિક સરપંચો, અગ્રણીઓનો અભિપ્રાય મેળવીને સ્થાનિક સ્થિતિ, બજાર ભાવ મુજબ ભાવ નિર્ધારીત કરવા માટે સરવે કામગીરી આદરી હતી. મામલતદાર કક્ષાએથી કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાંથી નેશનલ, સ્ટેટ હાઇવે પસાર થતો હોય, બિનખેતીના વિવિધ હેતુ પૈકી ઔદ્યોગિક, વાણિજ્ય, રહેણાંક, પિયત જમીન, બિન પિયત જમીન, ખુલ્લી જમીન, લોર્ડ બેરીંગ સ્ટ્રક્ચર, કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા, બેન્ક, હોસ્પિટલ, નર્સિંગ હોમનું મૂલ્યાંકન, આર્થિક રીતે નબળા લોકોના રહેણાંક વિસ્તાર વગેરેને ધ્યાનમાં રાખીને સરવે કામગીરીનો અહેવાલ 31-08-2023 બાદ ગાંધીનગર મોકલી અપાયો હતો. ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સરવે બાદ 60 ટકા વિસ્તારોમાં રિ-સરવે કરી તેનો અહેવાલ સુપ્રિન્ટેન્ડેન્ટસ ઓફ સ્ટેમ્પસ ગાંધીનગરને મોકલી અપાયો હતો. સરવે બાદ આખરી અહેવાલ સાથેના નવા જંત્રી દર ઓગસ્ટ-2024માં જાહેર કરાય તેવી સંભાવના વચ્ચે રીયલ એસ્ટેટ સહિત બિલ્ડર લોબીના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, ખાવડા સહિત જયાં મોટું રોકાણ આવવાની શક્યતા છે તેવા વિસ્તારોમાં ભાવોમાં તોતીંગ વધારો થવાની શક્યતાને પગલે મકાન ખરીદનારા તેમજ બિલ્ડર લોબીનીમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. જો કે, ઓગસ્ટ-2024થી જંત્રી ભાવ વધવાની શક્યતાને સત્તાવાર સૂત્રોનું સમર્થન મળતું નથી.


http://dlvr.it/T7MfqG

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n