Skip to main content

મ્યુનિ.એ 2 દિવસ ઓરેન્જ, 3 દિવસ યલો એલર્ટ આપી:આજથી બે દિવસ 43થી 45 ડિગ્રી ગરમી રહેવાનું એલર્ટ

મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. અર્થાત્ ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ માટે યલો એલર્ટ એટલે કે પારો 41થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. શનિવારની સરખામણીએ ગરમી વધુ 1.1 ડિગ્રી ઘટી 43.3 ડિગ્રીએ પહોંચી હતી. છેલ્લા 3 દિવસમાં 3.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
શહેરમાં એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસમાં પવનની દિશા બે વાર બદલાઈ છે. રવિવારે પણ પવનની દિશા બદલાઇને પશ્ચિમી પવનો શરૂ થતાં ગરમીનો પારો 1 ડિગ્રી ઘટ્યો છે. તેમજ છેલ્લાં 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે.પરંતુ, રવિવારે ભેજનું પ્રમાણ વધતાં દિવસ દરમિયાન બફારાથી લોકો પરેશાન થયાં હતા.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સવારથી શરૂ થયેલાં પશ્ચિમી પવનોની અસરથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સાંજ પડતાં શરૂ થયેલાં 10થી 15 કિલોમીટરની ગતિના પવનોને કારણે વાતાવરણમાં બફારો ઘટ્યો હતો. પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.


http://dlvr.it/T7R5gF

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6