Skip to main content

સામાજીક સંવેદનાને ઉજાગર કરતાં યુવાનો:મોરવા હડફના મોરા ગામે વિધવા વૃધ્ધાની મદદે આવ્યા સમાજના યુવાનો, સોશિયલ મીડિયાના માધ્યમથી ધનરાશિ ભેગી કરી બનાવી રહ્યાં છે રહેણાંક મકાન

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામે રહેતી વૃધ્ધા મહિલા અને તેમની બે પુત્રી અને ચાર પૌત્રોને મદદે સમાજના યુવાનો આવ્યા છે. આર્થિક કટોકટીનો સામનો કરતા આ પરિવારને સોશિયલ મીડિયાથી મદદની ગુહાર લગાવામાં આવી જેના કારણે આર્થિક મદદ પણ મળી રહી છે. હાલમાં આ વૃધ્ધાનું મકાન પણ બનાવાની કામગીરી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામા મોરા ગામ આવેલું છે. આ ગામમા રહેતા વિધવા રમીલાબેન આર્થિક કટોકટીને કારણે પરિવાર ચલાવું મુશ્કેલ બન્યું હતું. તેમના પતિ અવસાન પામ્યા બાદ તેમના ત્રણ પુત્રો પણ અકાળે અવસાન પામતા તેઓના માથે આભ તુટી પડ્યું હતું. પથારીવશ બનેલા આ વૃધ્ધાને એક ઝુપડામાં રહેવાની ફરજ પડી હતી, સાથે સાથે તેમની બે દિકરી અને ચાર પૌત્રો પણ સાથે રહેતા હતા. સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા આવાહન કર્યુ
આ વાત ગામના અને સમાજના અગ્રણીઓને થતા તેમને આ વૃધ્ધા રમીલાબેનને આર્થિક રીતે સરભર બનાવીને ઘર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે સોશિયલ મીડિયા પર આર્થિક મદદ કરવા માટે આવાહન કર્યુ, તેના કારણે આર્થિક મદદ પણ મળી. હાલમાં તેમના મકાન બનાવાનું કામ ચાલી રહ્યું છે. સમાજના યુવાનો દ્વારા તેમની પુત્રીઓ માટે આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ બાળકોના ભણતર માટે પણ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. યોગ્ય લાભાર્થીઓને આવાસ મળે તે જરૂરી
આમ ગામના યુવાનોની સમાજ પ્રત્યેની લાગણીને કારણે આજે એક વિધવા વૃધ્ધાના પરિવારને નવજીવન મળવા જઈ રહ્યું છે. નોંધનીય એ પણ છે કે સરકાર દ્વારા આવાસ યોજનાઓ અંતગર્ત ઘર ફાળવામાં આવે છે. પણ જેને હકીકતમાં ઘરની જરુર છે. તેના માટે કોઈ આવાસ યોજનાનો લાભ મળતો નથી. તેવું આ વાત પરથી પણ લાગે છે. ખરેખર તંત્રએ યોગ્ય લાભાર્થીઓને આવાસ મળે તે દિશામાં પગલા ભરવા જોઈએ. ત્યારે મોરા ગામના યુવાનોની સામાજીક પહેલને પણ સૌ કોઈ બિરદાવી રહ્યા છે.


http://dlvr.it/T7dYgx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q